Last 24 Hours New 59 case Swine Flu In Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં સ્વાઈન ફલૂનો કેર: 24 કલાકમાં નવા 59 કેસ, જાણો કયા શહેરમાં કેટલાં લોકોના મોત

ગુજરાતમાં સ્વાઈન ફલૂનો કેર: 24 કલાકમાં નવા 59 કેસ, જાણો કયા શહેરમાં કેટલાં લોકોના મોત

 | 9:38 am IST

ગુજરાતમાં સ્વાઈન ફલૂનો કેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વધુ બે દર્દીઓએ જાન ગુમાવ્યા છે તો નવા 59 કેસ સ્વાઈન ફલૂ પોઝિટિવના નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 18 કેસ દાખલ થયા છે.

ગુજરાતમાં ફરી એક વાર સ્વાઈન ફલૂનો કેર વર્તાવા માંડયો છે. રાજ્ય સરકારે આ રોગને હવે સિઝનલ ફલૂ તરીકે જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં સ્વાઈન ફલૂના કારણે 31થી વધુ દર્દીઓના મોત થયાં છે.

તંત્ર દ્વારા જણાવાયું છે કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પો. ખાતે 18, સુરત કોર્પોરેશન ખાતે 10, વડોદરા કોર્પોરેશન ખાતે 5 કેસ નવા નોંધાયા છે જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણ ખાતે 3-3 કેસ, મહેસાણા, અમદાવાદ જિલ્લા, રાજકોટ કોર્પોરેશન, આણંદ, બનાસકાંઠા અને પોરબંદર ખાતે 2-2, જૂનાગઢ, સુરત, કચ્છ, ખેડા અને તાપી ખાતે 1-1 એમ કુલ 59 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે દર્દીના મોત થયા છે.

પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કુલ 1263 કેસ નોંધાયા છે તે પૈકી 369 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલના બિછાને છે. જ્યારે 863 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 548 કેસ નોંધાયા છે, જેમાં 12 દર્દીઓનાં મોત થયાં છે.

સ્વાઈન ફલૂના ક્યાં કેટલા કેસ-મોત

વિસ્તાર કેસ  મોત
અમદાવાદ કોર્પો 548 12
પાટણ 17 2
મહેસાણા 59 2
અમદાવાદ જિ. 33 1
બનાસકાંઠા 22 1
સુરત 17 3
ખેડા 11 1
રાજકોટ 22 2
અરવલ્લી 17 2
ગીરસોમનાથ 12 2