છેલ્લે છેલ્લે વિકાસ સાથે કરેલી દોસ્તી પ્રિયાંકને ફળી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • છેલ્લે છેલ્લે વિકાસ સાથે કરેલી દોસ્તી પ્રિયાંકને ફળી

છેલ્લે છેલ્લે વિકાસ સાથે કરેલી દોસ્તી પ્રિયાંકને ફળી

 | 4:05 am IST

બિગ બોસના ઘરમાંથી બહાર નીકળીને પહેલાં જ વિકાસ ગુપ્તાએ ડીક્લેર કરી દીધંુ છે કે તે પ્રિયાંકને લઇને એક વેબ સિરીઝ બનાવવા જઇ રહ્યો છે. આ વેબ સિરીઝમાં પ્રિયાંક લીડ રોલમાં જોવા મળશે જ્યારે તેની સામે હર્ષિતા ગૌર એક્ટ્રેસ તરીકે જોવા મળવાની હોવાની વાત પણ સામે આવી છે. પ્રિયાંકની આ વેબ સિરીઝ એક્તા કપૂરની ઓનલાઇન ચેનલ એએલટી બાલાજી ઉપર બતાવવામાં આવવાની છે. વિકાસે જણાવ્યું હતંુ કે તે ટૂંક સમયમાં જ આનું શૂટિંગ શરૂ કરશે, અને તેના મનમાં હર્ષિતા ફાઇનલ હતી, પરંતુ હીરો તરીકે કોને લેવો તે અવઢવ હતી એવામાં પ્રિયાંક તે રોલ માટે યોગ્ય લાગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષિતા એશિયાની સેક્સીએસ્ટ સ્ત્રીઓમાં જગ્યા પામી ચૂકી છે. અને તે આ પહેલા સાડા હક સીરિયલમાં જોવા મળી ચૂકી છે.