Last Ganesh Pooja at RK Studio, Randhir Kapoor Cried
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવે આરકે સ્ટૂડિયોમાં ક્યારેય નહીં આવે ગણપતિ બાપ્પા, રડી પડ્યા રણધીર કપૂર

હવે આરકે સ્ટૂડિયોમાં ક્યારેય નહીં આવે ગણપતિ બાપ્પા, રડી પડ્યા રણધીર કપૂર

 | 5:06 pm IST

બોલીવુડ સેલિબ્રિટી્ઝમાં ગણેશ ચતુર્થીને ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. કપૂર ખાનદાન છેલ્લા 70 વર્ષોથી આરકે સ્ટૂડિયોમાં ગણેશ ઉત્સવ મનાવતુ આવી રહ્યું છે. આ વર્ષ કપૂર ખાનદાન અને આરકે સ્ટૂડિયો માટે ઐતિહાસિક સાબિત થશે. આરકે સ્ટૂડિયોમાં છેલ્લીવાર ગણેશોત્સવ મનાવવામાં આવ્યો હતો. કેટલાક દિવસો પહેલા જ આરકે સ્ટૂડિયોને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ સ્થાપના પહેલા રણધીર કપૂર અને રાજીવ કપૂર આરકે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ઋષિ કપૂર પણ તેમના દીકરા રણબીર કપૂર સાથે જોવા મળ્યા હતા.

આરકે સ્ટૂડિયોમાં આ છેલ્લીવારની ગણેશ સ્થાપના છે. રણધીર, રાજીવ, ઋષિ અને રણબીર કપૂરે ભગવાન ગણેશની આરતી કરી હતી. આ દરમિયાન રણધીર પોતાના આંસુ રોકી શક્યા નહતા. આ દરમિયાન થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રણધીરે જણાવ્યું કે તેમનો પરિવાર ઘણો જ દુ:ખી છે. તેમણે કહ્યું કે, “આજે છેલ્લીવાર સ્ટૂડિયોમાં ગણેશ સ્થાપના થઈ છે. હું અને મારો પરિવાર ઘણા જ દુ:ખી છીએ. આગ લાગતા જ અમારે તેને વેચવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આરકે સ્ટૂડિયો સાથે જોડાયેલી યાદોને ભૂલવી અમારા માટે ઘણું જ મુશ્કેલ હશે.”

ફક્ત રણધીર જ નહી, પરંતુ આરકે સ્ટૂડિયોમાં કામ કરનારા બધા જ એમ્પલોઈ પણ રડવા લાગ્યા હતા. પૂજા દરમિયાનનાં કેટલાક વિડીયો અને ફૉટો્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.