શ્રાવણના છેલ્લા સોમવારે કરો ખાસ ઉપાય, શિવ-પાર્વતીના મેળવી લો આશીર્વાદ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણના છેલ્લા સોમવારે કરો ખાસ ઉપાય, શિવ-પાર્વતીના મેળવી લો આશીર્વાદ

શ્રાવણના છેલ્લા સોમવારે કરો ખાસ ઉપાય, શિવ-પાર્વતીના મેળવી લો આશીર્વાદ

 | 5:43 pm IST

આવતી કાલે શ્રાવણ માસનો અંતિમ સોમવાર. આવતી કાલે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. શ્રાવણ માસના સોમવારના વ્રતનું અનેરું મહત્વ છે. સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જો અત્યાર સુધીના સોમવારે વ્રત કરવાનું તમે ચુકી ગયા હોય તો આવતી કાલે આ રીતે કરો ખાસ પૂજન અને પ્રાપ્ત કરો શિવજીની કૃપા.

આ વ્રત સૂર્યોદયથી દિવસના ત્રીજા પ્રહર સુધી કરી શકાય છે. સવારે  બ્રહ્મ મૂર્હતમાં ઊઠી ઘરની સાફ-સફાઈ કરી, સ્નાનાઆદિથી નિવૃત થઈ અને મંદિરમાં તેમજ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને પછી ‘ૐ નમ: શિવાય’ મંત્ર બોલતાં બોલતાં શિવ-પાર્વતીની પૂજા કરવી. ત્યાર પછી સોમવારની વાર્તા વાંચવી અથવા સાંભળવી. સોમવારનું વ્રત કરનારાએ ઉપવાસ અવશ્ય કરવો. આ વ્રતના પ્રતાપે જીવનમાં સુખ-શાંતિ છવાયેલી રહે છે. તેમજ તમામ કષ્ટોનો નાશ શિવજી કરી દે છે.