Last ODI between India and West Indies will play today
  • Home
  • Sports
  • Cricket
  • INDvsWI: ફરી વરસાદનું વિઘ્ન થતા મેચ રોકાઈ, 22 ઓવર સુધી વેસ્ટઈન્ડીઝ 158/2

INDvsWI: ફરી વરસાદનું વિઘ્ન થતા મેચ રોકાઈ, 22 ઓવર સુધી વેસ્ટઈન્ડીઝ 158/2

 | 5:44 pm IST

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે આજે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્વિન્સ પાર્ક, પોર્ટ ઓફ સ્પેન, ત્રીનીદાદ ખાતે થઈ રહી છે. વેસ્ટઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

Score:
WI: 158/2
Over: 22

  • ફરી વરસાદ થતા મેચ રોકાઈ છે. વેસ્ટઇન્ડિઝનો સ્કોર 22 ઓવર 158/2 વિકેટ છે. 

  • 21 ઓવર સુધી વેસ્ટઇન્ડીઝનો સ્કોર 157/2 છે. શાઈ હોપ(19*) અને શિમરોન હેટ્માયર(18*) ક્રીઝ પર છે.

  • લખાય ત્યાં સુધી વિન્ડીઝનો સ્કોર 121/2 છે. હાલ શાઈ હોપ અને શિમરોન હેટ્માયર ક્રીઝ પર છે.
  • ઇવિન લેવિસને ચહલે 43 રને આઉટ કર્યો જ્યારે ક્રિસ ગેલને ખલીલે 72 રને આઉટ કરી પેવેલિયન ભેગા કર્યા છે.
  • વેસ્ટઇન્ડીઝની શરૂઆત સારી રહી. ક્રિસ ગેલ અને ઇવિન લેવિસે પહેવી વિકેટ માટે 119 રનની ભાગેદારી કરી.


આ પહેલા શરૂઆતમાં વરસાદ થતા મેચ રોકાઈ હતી. સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0 ની લીડ મેળવી છે. તેથી આજે ભારતીય ટીમ સિરીઝ જીતના ઇરાદાથી મેદાન પર ઉતરશે. જ્યારે બીજી તરફ વેસ્ટઇન્ડીઝ ટીમ પણ સિરીઝને ડ્રો કરવાની પૂરજોશ કોશિશ કરશે. આપને જણાવી દઈએ કે પહેલી વન ડે મેચ વરસાદનો ભોગ બની હતી.


આ પહેલા ભારતે ટી20 સિરીઝ જીતી હતી. જ્યારે હવે વન ડે સિરીઝ પર ટીમ ઇન્ડિયાની નજર છે. ટીમની વાત કરીએ તો આજે ટીમ ઇન્ડિયામાં કે.એલ.રાહુલ બહાર છે. જ્યારે ગત મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી શ્રેયસ અય્યરને ટીમમાં ફરી તક મળી શકે છે. ઉપરાંત મનીષ પાંડે, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને બેંચ પર બેસવું પડ્યું છે. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહમદને તક આપવામાં આવી છે.


ટીમ:

ઇન્ડિયા: શિખર ધવન, રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી(કેપ્ટન), શ્રેયસ અય્યર, રિષભ પંત(WK), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મ્દ શામી, કે.ખલીલ

વેસ્ટઇન્ડીઝ: ઇવિન લેવિસ, ક્રિસ ગેલ, શાઈ હોપ(WK), શિમરોન હેટ્માયર, નિકોલસ પૂરણ, રોસ્ટન ચેઝ, જેસોન હોલ્ડર(C), કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલન, કેમો પોલ, કેમર રોચ

આ વીડિયો પણ જુઓ: કલમ 370નો વિરોધ કરતી કોંગ્રેસ હવે દેશભક્ત થવા માંગે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન