Last rite of Dr Hathi aka Kavi Kumar Azad in Mumbai
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ડો.હાથીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, રડી પડ્યા હજારો ચાહકો અને સાથી કલાકારો

ડો.હાથીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, રડી પડ્યા હજારો ચાહકો અને સાથી કલાકારો

 | 2:10 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હાથી બનેલા કવિ કુમાર આઝાદના અંતિમ સંસ્કાર આજે બપોરે મીરા રોડ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા. કવિ કુમારનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. આખરે તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

ભારે ભરખમ શરીર ધરાવતા કવિ કુમાર આઝાદને ગઈકાલે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો, જેના બાદ તેમને મીરા રોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવાયા હતા, સારવાર મળે તે પહેલા જ કવિ કુમારનો જીવ ગયો હતો. તમને જણાવી દઈએ કે કવિ કુમાર આઝાદના લગ્ન થયા ન હતા. તેઓ પોતાની માતા, બહેન અને ભાઈ સાથે રહેતા હતા. 45 વર્ષીય કવિ કુમારનો જન્મ 1973માં બિહારમાં થયો હતો.

કવિ કુમાર આઝાદની અંતિમ યાત્રામાં જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી, મિસિસ સોઢી(જેનિફર મિસ્ત્રી), સોનુ(નિધી ભાનુશાલી), અંજલીભાભી(નેહા મહેતા), માધવીભાભી(સોનાલિકા જોષી), કોમલભાભી(અંબિકા રંજનરકર), પ્રોડ્યુસર અસિત મોદી આવ્યા છે.