Lata Mangeshakar Recorded Wishesh and Stuti For Newly Weds Isha
  • Home
  • Featured
  • ઈશા અંબાણીનાં લગ્નમાં લતા મંગેશકરે ગાઈ સ્તુતિ, આપ્યા આશીર્વચન

ઈશા અંબાણીનાં લગ્નમાં લતા મંગેશકરે ગાઈ સ્તુતિ, આપ્યા આશીર્વચન

 | 6:38 pm IST

નવપરિણીત ઈશા અંબાણી અને આનંદ પીરામલને રાજનીતિ, મનોરંજન અને રમતજગત એમ દરેક જગ્યાએથી અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડનાં દિગ્ગજ સિંગર લતા મંગેશકરે પણ એક ખાસ ભેટ આપી છે. લતા મંગેશકરે પોતાના અવાજમાં ગાયત્રી મંત્ર, ગણેશ સ્તુતી અને નવપરિણીત જોડાને ખાસ સંદેશ આપતા એક રેકૉર્ડિંગ કર્યું છે. આ રેકૉર્ડિંગ ઈશા અંબાણીનાં 12 ડિસેમ્બરનાં રોજ થયેલા લગ્નમાં વગાડવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી આનંદ પીરામલનાં લગ્ન હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે થયા હતા.

આ રેકૉર્ડિંગ પ્લે કર્યા પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને રેકૉર્ડિંગ વિશે ખાસ ઇન્ટ્રોડક્શન આપ્યું હતુ.