lata mangeshkar first picture after 28 days of hospitalisation goes viral
  • Home
  • Photo Gallery
  • હસતાં-ગાતાં લતા મંગેશકરની હાલત જોઈ કાળજું કંપી ઉઠશે! 28 દિવસ બાદ હોસ્પિટલથી આવી તસવીર

હસતાં-ગાતાં લતા મંગેશકરની હાલત જોઈ કાળજું કંપી ઉઠશે! 28 દિવસ બાદ હોસ્પિટલથી આવી તસવીર

 | 11:35 am IST

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાં 28 દિવસની સારવાર બાદ તે રવિવારે હોસ્પિટલથી ઘરે પરત આવ્યા છે. લતા મંગેશકરને ન્યુમોનિયાના કારણે તેમને 11 નવેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની 28 દિવસ સારવાર કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લતા મંગેશકરની તસ્વીર સામે આવી છે.

લતા મંગેશકરે પણ ટ્વીટર પર માહિતી શેર કરતાં કહ્યું કે, હું છેલ્લા 28 દિવસથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડોક્ટરોએ કહ્યું કે મારે હોસ્પિટલમાં રહીને સારવાર કરાવવી જોઈએ અને સ્વસ્થ થઈને ઘરે પાછા આવવું જોઈએ. આજે માઇ અને બાબાના આશીર્વાદ લઈને હું ઘરે પરત ફરી છું.

તસવીરમાં લતા મંગેશકર હોસ્પિટલમાં વ્હીલચેર પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેની આસપાસ ત્રણ નર્સો પણ દેખાઇ રહી છે. લતા મંગેશકરની આ હાલત જોઈને એક તરફ આનંદની લાગણી છે તો એક તરફ પરિવાર અને ફેન્સને દુખ પણ થઈ રહ્યું છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે હસતાં લતા મંગેશકરને આ શું થઈ ગયું. તેમજ લોકો તેમની તંદુરસ્તીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન