NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લતા મંગેશકરનાં ટ્વિટથી ભાવુક થયો સચિન, આપ્યો આવો જવાબ

લતા મંગેશકરનાં ટ્વિટથી ભાવુક થયો સચિન, આપ્યો આવો જવાબ

 | 8:37 am IST

ભારતીય ક્રિકેટનાં ભગવાન એવા સચિન ટેન્ડુલકરનાં પ્રશંસકો તેની અપકમિંગ બાયોપિક ફિલ્મ ‘સચિન:  બિલિયન ડ્રિમ્સ’ની રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે પ્રખ્યાત સિંગર લતા મંગેશકરે સચિનની ફિલ્મની સફળતા માટે તેને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી છે.

લતા મંગેશકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સચિન નમસ્કાર, તમારી જે ફિલ્મ આવી રહી છે, તેમા પણ તમે ક્રિકેટનાં મેદાનની માફક ચોગા અને છક્કા મારીને ધુમ મચાવી દેશો, આ જ કામન છે.”

સચિને લતાજીનાં આ ટ્વિટને રિ-ટ્વિટ કરતા કહ્યું,”માનાં આશિર્વાદ વિના ચોગા-છક્કા નથી લાગતા. તમે મારા માટે મા સમાન છો. આપની શુભચ્છાનો ખુબ ખુબ આભાર.”

તમને જણાવી દઇએ કે, સચિન ટેન્ડુલકરની બાયોપિક ફિલ્મ ‘સચિન:  બિલિયન ડ્રિમ્સ’ 26 મેંનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર 13 એપ્રિલનાં રોજ રિલીઝ કરવામાં આવ્યુ હતું.