latest launch samsung galaxy a2 core go edition smartphone
  • Home
  • Technology
  • સેમસંગે ભારતીય બજારમાં ઉતાર્યો સસ્તો સ્માર્ટફોન, એન્ડ્રોઇડ 9 પાઇ સહિત છે ઘણાં ફીચર્સ

સેમસંગે ભારતીય બજારમાં ઉતાર્યો સસ્તો સ્માર્ટફોન, એન્ડ્રોઇડ 9 પાઇ સહિત છે ઘણાં ફીચર્સ

 | 2:15 pm IST

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે ભારતીય બજારમાં તેનો નવો હેન્ડસેટ A2 Core લોન્ચ કરી દિધો છે. આ ફોન એન્ડ્રોઇડ ગો એડિશન પર કામ કરે છે. આ ફોન Galaxy J2 Core (SM-J260)નું એક અપગ્રેડ વેરિએન્ટ છે. જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. Galaxy A2 Coreની કિંમત 5,290 રૂપિયા છે. તે ઓફલાઇન સ્ટોર્સમાંથી ખરીદી શકાય છે. આ ફોન ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરાશે કે નહીં તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. આ ફોન બ્લેક એન્ડ વ્હાઇટ કલર વેરિએન્ટમાં રજૂ કરાયો છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. આ ઉપરાંત, ફોનમાં ઘણી સુવિધાઓ છે.

Samsung Galaxy A2 Coreના ફીચર્સ:
ફોનમાં 5-ઇંચનું ક્યુએચડી ટીએફટી ડિસ્પ્લે છે. જેનુ પિક્સેલ રીઝોલ્યુશન 540 x 960 છે. આ ફોન 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર એક્સીનોસ 7870 પ્રોસેસર અને 1 જીબી રેમ સાથે જોડાયેલ છે. તેમાં માલી ટી 830 જીપીયુ છે. તેમાં 16 જીબી સ્ટોરેજ પણ છે, જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. આ ફોન ગો એડિશન હેઠળ રજૂ કરાયો છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે.

કેમેરો અને બેટરી:
ફોટોગ્રાફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો પાછળનો કેમેરા LED ફ્લેશ અને એફ / 1.9 એપર્ચર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક, એફએમ રેડિયો,4G VoLTE, વાઇફાઇ બી / જી / એન, બ્લૂટૂથ 4.2 LE અને જીપીએસ જેવી સુવિધાઓ છે. ફોનને પાવર આપવા માટે, 2600 એમએએચ બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન