latest launch xiaomi redmi go in india
  • Home
  • Technology
  • Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે, જાણો તેના ફીચર્સ અને કિંમત

Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે, જાણો તેના ફીચર્સ અને કિંમત

 | 1:03 pm IST

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi તેના સૌથી સસ્તા સ્માર્ટફોન Redmi Goને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીનો પ્રથમ એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારો સ્માર્ટફોન હશે. આ સ્માર્ટફોન પહેલેથી જ ફિલિપિન્સ અને અન્ય વૈશ્વિક બજારમાં લોન્ચ થયેલ છે.

રેડમી ગો માટે લીડિંગ ઈ-કૉમર્સ પ્લેટફોર્મે પહેલેથી જ એક ડેડિકેટેડ પૃષ્ઠ બનાવ્યું છે. તેનો અર્થ આ સ્માર્ટફોન માટે Miની અધિકૃત દુકાન ઉપરાંત આ ઇ-કૉમર્સ વેબસાઇટ પર પણ ખરીદી શકાશે. આ સ્માર્ટફોનનો પહેલો સેલ ક્યારે હશે તેના વિશે હાલમાં કોઈ તારીખ નથી. સ્માર્ટફોનના લોન્ચિગ પછી જ તેના પ્રથમ સેલની તારીખ વિશે ખબર પડશે. આવો જાણીએ આ સ્માર્ટફોનના સંભવિત ફીચર્સ અને ભાવ વિશે.

આ સ્માર્ટફોનને પહેલેથી જ ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્લોબલી લોન્ચ થયેલ Redmi Goનાં ફીચર્સની વાત કરીએ તો ગૂગલના Android Go પ્લેટફોર્મ પર કામ કરે છે.

ફોનમાં ગૂગલની લાઇટ ગો એપ્લિકેશન આપવામાં આવી છે. ફોન ફંકી કલર ઓપ્શન્સ બ્લુ, રેડ અને બ્લેકમાં લોન્ચ કરી શકાય છે. તેમાં 5 ઇંચનું એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન ક્વોડકોર 425 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ પ્રોસેસરને મુખ્યત્વે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન માટે તૈયાર કરાવામાં આવ્યું છે. ફોનમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. ફોનના ઇન્ટરનલ સ્ટોરેજ માટે માઇક્રોસોડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. તેમજ ભારતમાં આ ફોનની કિંમત રૂપિયા 3000થી 4000ની વચ્ચે રહેવાની શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન