50 કરોડ રૂ. રમી ગયા રાજ્યસભાની ચૂંટણીમાં મોટી રમત? છોટુ વસાવાનો લેટેસ્ટ ધડાકો - Sandesh
NIFTY 10,761.30 -10.75  |  SENSEX 35,510.52 +-36.81  |  USD 68.1900 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 50 કરોડ રૂ. રમી ગયા રાજ્યસભાની ચૂંટણીમાં મોટી રમત? છોટુ વસાવાનો લેટેસ્ટ ધડાકો

50 કરોડ રૂ. રમી ગયા રાજ્યસભાની ચૂંટણીમાં મોટી રમત? છોટુ વસાવાનો લેટેસ્ટ ધડાકો

 | 5:21 pm IST

8 ઓગસ્ટે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડના નેતા છોટુભાઈ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વોટ આપતા સમગ્ર રાજકારણમાં મોટો વળાંક આવ્યો હતો અને કોંગ્રેસે પાતળી બહુમતીથી બીજેપીના બળવંત રાજપૂતને હરાવી દીધા હતા. છોટુભાઈ વસાવાનો મત આ ચૂંટણીમાં મહત્વનો સાબિત થયો હતો. જોકે આ મત પાછળના અસલી રાજકારણનો હાલમાં ખુલાસો થયો છે. છોટુભાઈ વસાવાએ હાલમાં દાવો કર્યો છે કે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ દ્વારા તેમને ભાજપને મત આપવાનું મતદાનના આગલા દિવસે કહ્યું હતું. જોકે છતાં તેમણે કોંગ્રેસને મત આપ્યો હતો. આ મામલે હવે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, એનસીપીની પાસે અમને આ પ્રકારની અપેક્ષા ન હતી.

આ મામલામાં છોટુ વસાવાએ બીજો ધડાકો કરતા કહ્યું છે કે મને શંકા છે કે મારા નામે નીતિશકુમારે 50 કરોડ રૂ. લીધા છે પણ ગુજરાત JDU શરદ યાદવ સાથે જ રહેશે. આ કારણે મેં અહેમદ પટેલને જ વોટ આપ્યો છે. મને નીતિશકુમાર અને કે.સી. ત્યાગીના ઇશારે બીજેપીને મત આપવા દબાણ કરાયું હતું.

આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ રાજ્યસભાની ચૂંટણીમાં મની અને મસલ પાવરનો ઉપયોગ થયો છે. અનેક ધારાસભ્યો કોંગ્રેસ પડખે ઊભા રહ્યા પણ અમારા સાથી પક્ષ એનસીપી પાસેથી અને આ પ્રકારની અપેક્ષા ન હતી. જેનું અમને દુ:ખ છે. રાજ્યસભાની ચૂંટણી પછી છોટુભાઇ વસાવાએ દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને જ મત આપ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણીના આગલા દિવસે પ્રફુલ પટેલનો તેમને ફોન આવ્યો હતો અને ભાજપને મત આપવા જણાવ્યું હતું પણ મને પક્ષ તરફથી કોઈ મેન્ટેડ આપવામાં નહોતો આવ્યો. છોટુભાઈએ કહ્યું છે કે મેં પોતાની મરજીથી કોંગ્રેસને મત આપ્યો હતો.