ટેલિવિઝન એક્ટ્રેસ અને હોસ્ટ મંદિરા બેદી ફરી સમાચારમાં ચમકી છે, પણ આ વખતે તેણે જે કર્યું છે એની ચારે તરફથી ટીકા થઈ રહી છે. મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો અને એની ઝાટકણી તેના ફેન્સે કાઢી હતી. મંદિરા એ ફોટોમાં તેની બહેનપણી શાહીન અબ્બાસને લિપ-ટુ-લિપ કિસ કરી રહી છે. મંદિરાએ આ ફોટો શેર કર્યો કે તરત તેના ચાહકોએ મંદિરાની ટીકા શરૂ કરી હતી. કેટલાક ચાહકોએ તો તેને ગાળો પણ આપી હતી.

mandira-kiss

ચાહકોના મતે મંદિરાએ આ ફોટો શેર કરવાની જરૂર જ નહોતી. મંદિરા આવું કરી શકે એ જાણીને ઘણા ફૅન્સને આશ્ચર્ય થયું છે. મંદિરાએ જેને કિસ કરી હતી તે શાહીન ટીવી-પ્રેઝન્ટર તથા ભૂતપૂર્વ રેડિયો જોકી રોશન અબ્બાસની પત્ની છે અને મંદિરાની ખાસ બહેનપણી છે. હમણાં શાહીનનો ચાલીસમો બર્થ-ડે હતો ત્યારે મંદિરાએ તેને આ રીતે વિશ કર્યું હતું.

કોલકાતામાં જન્મેલી મંદિરા ખાસ તેણે 90ના દશકના ટીવી શો ‘શાંતિ’માં લીડ રોલ કરીને ભારે લોકપ્રિય થઈ ગઈ હતી. આ ફેમિલી શોમાં મંદિરા એક એવી યુવતી (શાંતિ)ના રોલમાં જોવા મળી હતી. જે પોતાના હક માટેની લડાઇ લડે છે. આ શોથી મંદિરા બેદી ઘર-ઘરમાં શાંતિના નામથી ફેમસ થઇ હતી. આ પછી મંદિરાએ ‘ઔરત’ અને ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી અનેક સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું. તે ક્રિકેટ મેચ દરમિયાન હોસ્ટ તરીકે પણ જોવા મળે છે.