NIFTY 10,199.65 +32.20  |  SENSEX 32,529.93 +97.24  |  USD 64.7375 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આવ્યા છે એવા સમાચાર જે વાંચીને ઉડી જશે દીપિકાની ઇર્ષા કરતી હિરોઇનોની નિંદર

આવ્યા છે એવા સમાચાર જે વાંચીને ઉડી જશે દીપિકાની ઇર્ષા કરતી હિરોઇનોની નિંદર

 | 4:46 pm IST

ફિલ્મ ટ્રિપલ એક્સ : ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેગથી પોતાની હોલિવૂડ કારકિર્દીને શરૂ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને હોલિવૂડ સ્ટાર વિન ડિઝેલ ફરી એક વાર ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. બોલિવૂડમાં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પગરણ માંડનાર દીપિકાને નિર્માત્રી ફરાહ ખાનમાં પોતાનો મેન્ટર મળી ગયો હતો એવી જ રીતે હોલિવૂડમાં તેને વિન ડિઝેલ મેન્ટર તરીકે મળી ગયો છે. વિન અને દીપિકાની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હોવાથી વિન દીપિકા સાથે વધુ એક ફિલ્મ કરે એવી શકયતા છે. આ સમાચાર સાંભળીને દીપિકાની ઇર્ષા કરતી હિરોઇનોની નિંદર ઉડી જશે.

દીપિકા પાદુકોણ પોતાની હોલિવૂડ કારકિર્દી પૂરપાટ વેગે ચાલે તે માટે ઘણા પ્રયાસ કરી રહી છે અને જરૂર પડે વિન ડિઝલનું માર્ગદર્શન લઈ રહી છે. પ્રોફેશનલ મામલે દીપિકા વિનની સલાહ લઈ રહી છે. દીપિકાને વિને એક સ્ક્રિપ્ટ મોકલી છે જે દીપિકાને પસંદ પડી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનાથી શરૂ થાય એવી શક્યતા છે.

દીપિકાનું અંગત જીવન પણ અત્યારે ડામાડોળ છે અને તેના તેમજ રણવીર સિંહના સંબંધોમાં અંતર આવી ગયું છે. બાજીરાવ મસ્તાની બાદ રણવીર અને દીપિકા અનેકવાર સાથે જ જોવા મળ્યાં હતાં. જોકે દીપિકા પોતાની હોલિવૂડ ફિલ્મ ટ્રિપલ એક્સમાં વ્યસ્ત થતાં રણવીર અને દીપિકામાં અંતર આવી ગયું છે. એક નિવેદનમાં દીપિકાએ જણાવ્યું હતું કે તેને વિન ડિઝેલ પસંદ છે અને તેના જેવાં જ બાળકો તેને થાય તેવી એની ઇચ્છા છે. આ નિવેદનથી રણવીરસિંહને ખોટું લાગી ગયું હોવાનો મત બી-ટાઉનમાં છે.