ફોક્સવૈગને પોલો પેસ અને વેન્ટો રેંજ ભારતમાં કરી લૉન્ચ, જાણો શું છે અપડેટ - Sandesh
  • Home
  • Business
  • ફોક્સવૈગને પોલો પેસ અને વેન્ટો રેંજ ભારતમાં કરી લૉન્ચ, જાણો શું છે અપડેટ

ફોક્સવૈગને પોલો પેસ અને વેન્ટો રેંજ ભારતમાં કરી લૉન્ચ, જાણો શું છે અપડેટ

 | 12:00 pm IST

ફોક્સવૈગને ભારતમાં પોતાની લોકપ્રિય કારો, પોલો અને વેન્ટો રેન્જને અપડેટ કરી છે. તેના લુકને રિફ્રેશ કરવામાં આવી છે અને આ કાર્સને નવી ટ્રીમમાં લૉન્ચ કરવામાં આવી છે. વેન્ટો અને પોલો પેસ ટ્રીમમાં અવેલેબલ રહેશે. આ ટ્રીમ કારનાં કેટલાક વેરિએટ્સમાં જ અવેલેબલ રહેશે. વેન્ટો સ્પોર્ટસ ટ્રીમ માત્ર હાઇલાઇન અને હાઇલાઇન પ્લસમાં જ મળશે.

ત્યાં જ બીજી બાજુ ફોક્સવેગન પોલોનાં 1.0 લીટર પેટ્રોલ રન્ફર્ટલાઇનમા સ્પોર્ટ ટ્રીમ અવેલેૂલ રહેશે. વેન્ટો અને પોલોનાં રિફ્રેશ મોડલ્સ ફોક્સવેગનની ડીલરશિપ્સ પર મળી રહેશે. વેન્ટો સ્પોર્ટસમાં રેગ્યુલર મોડલના મુકાબલે ઘણા બદલાવ છે. આ મોડલમાં 16ના વીલ્જ પર સપોર્ટ બેજિંગ છે. આ સાથે જ બ્લેક આઉટસાઇડ રિયર વ્યૂવાળા કાચ લગાવવામાં આવ્યા છે.

રૂફ, પાછળના દરવાજા, ડેકલ્સથી લઇ બૂટ સ્પોઅલર સુધી, તમામ વસ્તુ કાળા રંગની છે. ત્યાં જ પોલો પેસમાં ડાયમંડ કટવાળા 15 ઇંચના અલોય વીલ આપવામાં આવ્યા છે. ફોક્સવેગન પોલોની રેન્જમાં 1.0 લીટર નેચરલ પેટ્રોલ એન્જીન, 1.2 લીટર ટર્બોચાર્ઝડ ટર્બોટાર્ઝડ પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્ઝડ ડિઝલ એન્જીન સામેલ છે. ફોકસવેગન પોલોનાં નવા મોડલનો મુકાબલો હોંડા સીટી, મારૂતિ સુઝુકી સિયાજ વગેરે કારો સાથે થશે.

ફોક્સવેગન વેન્ટો સિવાય કુલ 14 વર્ઝન આવે છે. જેની કિંમત 8.19 લાખ રૂપિયાથી 13.76 લાખ રૂપિયા વચ્ચે છે. જ્યારે નવી વેન્ટો સ્પોરટની કિંમત 11.44 લાખ રૂપિયાથી શરૂ થઇને 14.17 લાખ રૂપિયા સુધી જાય છે. મેકેનકલી કારમાં કોઇ પણ પ્રકારના બદલાવ નથી.