Lauren Sanchez's Brother Leaked Intimate Text Messages to National Enquirer
  • Home
  • Business
  • જેફ બેજોસના અફેરની વાત ખુદ તેના નજીકના વ્યક્તિએ કરી લીક

જેફ બેજોસના અફેરની વાત ખુદ તેના નજીકના વ્યક્તિએ કરી લીક

 | 12:37 pm IST

ઈ-કોર્મસ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસની ખાનગી તપાસ એજન્સીએ માહિતી મેળવી છે કે બેજોસની પ્રેમિકા લોરન સાંચેજના ભાઇએ જ બન્નેના ખાનગી ટેક્સ્ટ મેસેજ અમેરિકી ટેબલોયડ નેશનલ ઇન્ક્વાયર્રને લીક કર્યા હતા. ન્યૂઝ એજન્સી સાથે એસોસિએટેડ પ્રેસે આ મામલાથી માહિતગાર વ્યક્તિના અહેવાલ મુજબ આ માહિતી મેળવી છે.
તમને બતાવી દઈએ કે એમેઝોનના સીઈઓએ તાજેતરમાં એક બ્લોગ લખીને દાવો કર્યો હતો કે અમેરિકી ટેબલોયડ નેશનલ ઇન્ક્વાયર્રએ તેમની કેટલીક અતરંગી તસવીરોના માધ્યમથી તેમને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે. બેજોસે તેના સ્તરેથી એજન્સી દ્વારા આ મામલાની તપાસ કરવા હતી જેમાં તેમની પ્રેમિકાના ભાઈનું નામ સામે આવ્યું છે.

નોંધનીય છે કે નેશનલ ઇન્ક્વાયર્રને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષધર માનવામાં આવે છે જ્યારે બીજી તરફ જેફ બેજોસની માલિકીનું અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં ટ્રમ્પ અને તેમની નીતિઓની સતત ટીકા કરવામાં આવે છે. જેના કારણે બેજોસના ખાનગી મામલાઓ અને તેમની પત્ની મેકેંજી સાથે બેજોસના છુટાછેડા પાછળ રાજનૈતિક કાવતરું હોવાની શંકા છે.

ઉપરાંત લોનર સાંચેજના ભાઈ માઇકલ સાંચેજ પણ ટ્રમ્પના સમર્થક છે અને ટ્રમ્પના સહયોગી રોગર સ્ટોન અને કાર્ટર પેજની સાથે તેમની ઓળખાણ પણ છે. જોકે અત્યાર સુધી બેજોસના પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટર્સે આ વિશે સ્પષ્ટતા નથી કરી કે માઇકલની બહેનના પ્રાઇવેટ મેસેઝ તેની પાસે કેવી રીતે આવ્યા. જ્યારે માઇલકે પણ આ વિશે કોઈ ટિપ્પણી હાલ આપી નથી. જોકે 31મી જાન્યુઆરીના રોજ માલકલે એક ટ્વિટ કરી લખ્યુ હતું કે, ઘણા સમયથી બેજોસના સિક્યુરિટી કંસલ્ટેન્ટ રહેલ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન ટીમના લીડર ગૈવિન ડી બેકરે ખોટા કાવતરાની અફવાહ ફેલાવી છે.

બીજી તરફ ડેલી બિસ્ટે, એએમઆઈના ખાનગી સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે માઈકલ સાંચેજે જ ઇન્ક્વાયર્રને તેમની બહેનના પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હતા. તમને બતાવી દઈએ કે ગત માસમાં નેશનલ ઇન્ક્વાયર્રે બેજોસ અને સાંચેજના પ્રેમ સંબંધોની ખબર જાહેર કરી હતી. ત્યાર બાદ બેજોસે તેમની ખાનગી તપાસ એજન્સીઓના માધ્યમથી આ મામલે શોધ શરૂ કરી કે આ વાત ક્યાથી લીક થઈ. તેમને એમ પણ આરોપ લગાવ્યો હતો કે એએમઆઈએ તેમને તપાસ બંધ કરવાનું કહ્યું હતું અને ધમકી આપી હતી કે જો તપાસ બંધ નહીં કરે તો સાંચેજ સાથેની તેમની કેટલીક પ્રાઈવેટ ફોટોને પ્રકાશિત કરવામાં આવશે. જોકે સૂત્રો મુજબ બેજોસ અને પત્ની મેકેંજીના તલાક માટે સહમતી બની છે.