નિયમોનું ઉલ્લંઘન કરતી હોટેલ-રેસ્ટોરાં-પબ વિરૂદ્ધ નવી મુંબઈ પાલિકાનું અભિયાન - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • નિયમોનું ઉલ્લંઘન કરતી હોટેલ-રેસ્ટોરાં-પબ વિરૂદ્ધ નવી મુંબઈ પાલિકાનું અભિયાન

નિયમોનું ઉલ્લંઘન કરતી હોટેલ-રેસ્ટોરાં-પબ વિરૂદ્ધ નવી મુંબઈ પાલિકાનું અભિયાન

 | 12:18 am IST

નવી મુંબઈ, તા. ૮

હોટેલો, રેસ્ટોરાં, પબ, ઉપહાર ગૃહ અને હુક્કા પાર્લર વગેરે તમામ નિયમોનું પાલન કરે છે કે નહીં એની તપાસ કરવાની શરૂઆત મહાપાલિકાએ કરી છે. આ મામલે મહાનગરપાલિકાએ અગ્નિશમન દળ વિભાગમાંથી પ્રમાણ પત્ર લીધા વગર ચાલી રહેલી ૧૧૩ હોટેલોને કારણ દર્શાવો નોટીસ મોકલાવી છે. જો આ હોટેલો મહાપાલિકા દ્વારા જારી કરાયેલા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતી હશે તો તેમના પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

પાલિકાના સૂત્રએ જણાવ્યું કે આ ૧૧૩ હોટેલો પાસે ફાયર બ્રિગેડનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળ્યું નહોતું. મુંબઈમાં પરેલસ્થિત કમલા મિલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૪ લોકોના થયેલા મૃત્યુ બાદ સરકારે રાજ્યની તમામ હોટેલો, ઉપહાર ગૃહ, પબ, અને હુક્કા પાર્લર વગેરેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશ બાદ નવી મુંબઈ મહાપાલિકા પ્રશાસન સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં નવી મુંબઈ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી નિયમોનું પાલન ન કરતી હોય એવા ૬૭ ઉપહાર ગૃહો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા પ્રશાસને ચેતવણી આપી છે કે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામના પાણી અને વીજળીના કનેક્શન કાપી નખાશે.

સૂત્રના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા કમિશનરે આવતા અઠવાડિયા સુધીમાં ફાયરબ્રિગેડ પાસેથી ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણ પત્ર ન લેનારા તથા ગ્રાહકો/કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે આંખ આડા કાન કરનાર તમામ હોટેલ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. આ કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ દોષી હોટેલ તથા અન્ય તમામ પ્રતિષ્ઠાનોના પાણી અને વીજળીના જોડાણ કાપી નખાશે.

મહાનગરપાલિકા કમિશનરની આ પ્રકારની સખત કાર્યવાહીને પગલે બેજવાબદાર હોટેલ માલિકોમાં હલચલ મચી ગઈ છે. પાલિકા પ્રશાસને તમામ હોટેલ્સ, ઉપહાર ગૃહ, પબ, લોજિંગ-બોર્ડિંગ અને હુક્કા પાર્લર જેવા પ્રતિષ્ઠાનોને અપીલ કરી છે કે તેઓ હોટેલ વગેરેની બહાર ર્માિજનલ સ્પેસને કોઈ પણ હિસાબે ખાલી રાખે જેથી કોઈ પણ ઇમર્જન્સીમાં એ સ્થાનનો સદુપયોગ કરી શકાય

;