દર શુક્રવારે લક્ષ્મીજીના આ એક મંત્રનો કરો જાપ, બનશો કરોડપતિ - Sandesh
  • Home
  • Astrology
  • દર શુક્રવારે લક્ષ્મીજીના આ એક મંત્રનો કરો જાપ, બનશો કરોડપતિ

દર શુક્રવારે લક્ષ્મીજીના આ એક મંત્રનો કરો જાપ, બનશો કરોડપતિ

 | 2:40 pm IST

હિન્દૂ માન્યતા અનુસાર મા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થઈ ગયો તો તે વ્યક્તિને ક્યારેય ધનની ક્યારેય કમી વર્તાતી નથી. આજના સમયમાં માત્ર પૈસા કમાવવું જ જરૂરી નતી, જો તમારા ઘરમાં લક્ષ્મીજી આવી પણ ગયા તો તેને બચાવવી ખૂબ જરૂરી છે.

તમે ધન મેળવવા માટે ખૂબ મંત્ર અપનાવ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે ધન સંચય માટે પણ એક મંત્ર છે. આ મંત્રના જાપથી માત્ર તમારા પૈસા જ નહીં બચે, પરંતુ તમારા ઘરમાં આવી રહેલી લક્ષ્મી પણ બેગણી થઈ જશે.

શુક્રવારે આવી રીતે કરે દેવી લક્ષ્મીની પુજા

– શુક્રવારની સાંજે સ્નાન કરીને સાફ કપડાં પહેરી લો. ત્યારબાદ સાફ લાલ રેશમી કપડા પર લક્ષ્મી માતાની કમલ પર બેસેલી પ્રતિમા અથવા તો તસવીર સ્થાપિત કરો.
– દેવીને પ્રસન્ન કરવા માટે લાલ ફૂલ અને પુજાની અન્ય સામગ્રી જેવી કે ચંદન, અબીર, ગુલાલ, ચોખા જેવું માતા લક્ષ્મીને અર્પિત કરો.
– પુજા કર્યા બાદ ખીરનો ભોગ લગાવો
– પુજા કર્યા બાદ કમર કાકડીની માળા લઈને નીચે લખેલા મંત્રનો જાપ કરો.
ઓમ કમલવાસિન્યૈ નમ.
આ મંત્રની સાથે દરેક શુક્રવારે ઓછામાં ઓછી 11 માળાનો જાપ કરો.
– જો તમે વિવાહિત છો તો તમારા જીવનસાથીની સાથે બેસીને પુજા કરો, તેનાથી ફળ બેગણું મળશે.
– દર શુક્રવારે આ માળાનો જાપ કરવાથી ધનની પ્રાપ્તિ થવા લાગશે અને નોકરી-વેપારના જે માધ્યમથી પૈસા આવી રહ્યા છે તેમાં વૃદ્ધિ થશે.
– જો આ મંત્રનો જાપ પૂર્ણિમા અને અમાસે કરવામાં આવે તો તમને ઘનવાન બનતા કોઈ રોકી શકે તેમ નથી.