Ahmedabad: Laxmi Panipuri Center saw a crowd of pakodas near the toilets
  • Home
  • Ahmedabad
  • પાણીપુરીના રસિયાઓ માટે શોકિંગ સમાચાર, વાઇરલ ફોટાઓ જોઇને સો ટકા તમને થશે ઉલ્ટી!

પાણીપુરીના રસિયાઓ માટે શોકિંગ સમાચાર, વાઇરલ ફોટાઓ જોઇને સો ટકા તમને થશે ઉલ્ટી!

 | 10:18 am IST

શહેરના ઘાટલોડિયાના કે.કે.નગરના અર્જુન ફ્લેટની લક્ષ્મી પાણી પુરી સેન્ટરના વિડિયો ગઇકાલે રવિવારથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે જેની પાછળનું કારણ આશ્ચર્યજનક છે. ઘાટલોડિયાના અર્જુન ફ્લેટમાં આવેલા લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં પાણી પુરી શૌચાલયમાં મૂકવામાં આવતી હતી.

જેથી સ્થાનિકોએ આ મુદ્દે ભારે હોબાળો કર્યો હતો અને પાણીપુરી સેન્ટરમાં તોડફોડ કરી હતી પછી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મ્યુનિ. તંત્ર અને પોલીસની ટીમો દોડતી થઇ ગઇ હતી.

હેલ્થ ખાતાના સુત્રો કહે છે કે, ગઇકાલે રવિવારે ઘાટલોડિયાના કે.કે.નગરના અર્જુન ફ્લેટની નીચેના ભાગે આવેલી લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં સ્થાનિકોએ હોબાળો કર્યો હતો જેની પાછળનું કારણ એવું હતુ કે, પાણીપુરી સેન્ટરના શૌચાલયમાં પાણી પુરી રાખવામાં આવતી હતી જેથી સ્થાનિકોએ આ અંગે વિરોધ નોંધાવી તોડફોડ કરી હતી.

જે માહિતી અમારી પાસે આવતાં અમે તાકીદે કાર્યવાહી કરી આ પાણીપુરી સેન્ટરને નોટિસ આપી છે જેમાં હેલ્થ ખાતાની પૂર્વ મંજુરી વિના પાણીપુરી સેન્ટર ખોલવું નહીં. હાલ પુરતી દુકાન સીલ કરી દીધી છે. બીજી તરફ સુત્રો એમ પણ કહે છે કે, છેલ્લા કેટલાંક મહિનાઓથી ફ્લેટવાસીઓ અને પાણીપુરી સેન્ટરના માલિક વચ્ચે વિવાદ ચાલતો હતો.

જેમાં અહીં દુકાનની બહાર કાઉન્ટર મુકી પાણીપુરીનું વેચાણ કરવામાં આવતુ હતુ જેથી અહીં ટ્રાફિક જામ થતો હતો. બે જેટલા અકસ્માતો પણ થયા હતા જેથી સોસાયટીવાળાએ દબાણ દૂર કરવા તાકીદ કરી હતી.

જેથી ગઇકાલે સ્થાનિકોએ પાણીપુરી સેન્ટરમાં તપાસ કરતાં શૌચાલયમાં પાણી પુરી મુકેલી જોવા મળી હતી. જેથી તેમાં તોડફોડ કરી હતી. આ મુદ્દે પાણીપુરી સેન્ટરવાળાએ પોલીસમાં તોડફોડ કરનારા વિરૂદ્ધમાં અરજી પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન