EXIT POLL: LDF would be made government in kerala
  • Home
  • Election
  • EXIT POLL: કેરળમાં LDF બનાવશે સરકાર, જાણો તમિલનાડુમાં કોને કેટલી મળશે સીટો

EXIT POLL: કેરળમાં LDF બનાવશે સરકાર, જાણો તમિલનાડુમાં કોને કેટલી મળશે સીટો

 | 8:33 pm IST
  • Share

2 મેના પશ્ચિમ બંગાળ સહિત આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વોટોની ગણતરી થશે. આ 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોની સરકાર બનશે? આને લઇને Exit Poll આવી ગયા છે. ઇન્ડિયા ટુડે- એક્સિસ-માય ઇન્ડિયાના અનુસાર કેરળમાં LDFના ખાતામાં વોટ ટકાવારી 47 ટકા રહી, તો UDFના ખાતામાં 38 ટકા અને બીજેપીના ખાતામાં 12 ટકા રહી. તો સીટોની વાત કરીએ તો કેરળની 140 સીટો પર એલડીએફના ખાતામાં 104 સીટોથી 120 સીટો મળવાનું અનુમાન છે.

રિપબ્લિક અને સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે, કેરળમાં એલડીએફ 104થી 120 સીટો જીતવાનું અનુમાન અને યૂડીએફ 20થી 36 સીટો જીતે તેવું અનુમાન છે. ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે, કેરળમાં એલડીએફને 102 સીટો જીતવાનું અનુમાન છે. આમાં 9 સીટોનો ફાયદો કે નુકસાન થઈ શકે છે. યૂડીએફના ખાતામાં 35 સીટો જતી જોવા મળી રહી છે. તો ભાજપની આગેવાનીવાળી રાજગને 3 સીટો જીતવાનું અનુમાન છે.

આ ઉપરાંત યૂડીએફના ખાતામાં 20થી 36 તેમજ બીજેપીને શૂન્યથી 2 સીટો મળવાનું અનુમાન છે. તો અન્યના ખાતામાં પણ શૂન્યથી 2 સીટોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 140 સીટોવાળી કેરળ વિધાનસભાનો કાર્યકાળ એક જૂનના ખત્મ થઈ રહ્યો છે. રાજ્યમાં 2016માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાનીવાળા ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટે 91 સીટો પર જીત મેળવી હતી.

ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયાના અનુસાર તમિલનાડુમાં AIDMK+ના ખાતામાં 38 સીટોથી 54 સીટો આવવાનું અનુમાન છે. તો ડીએમકે+ના ખાતામાં 175થી 195 સીટો મળવાનું અનુમાન છે. એક્ઝિટ પોલ અનુસાર એએમએમએકે+ના ખાતામાં 1થી 2 અને એમએનએમ+ના ખાતામાં શૂન્યથી 2 સીટો જવાનું અનુમાન છે. તમિલનાડું વિધાનસભાનો કાર્યકાળ 24 મેના ખત્મ થઈ રહ્યો છે. 234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભા માટે 2016માં થયેલી ચૂંટણીમાં જયલલિતાની આગેવાનીમાં એઆઈએડીએમકેએ જીત મેળવી હતી. જયલલિતાના નિધન બાદ એઆઈએડીએમકે મેદાનમાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો