બાળપણમા બની હતી પ્રીટિ ઝિંન્ટાની બહેન, હવે દેખાઈ છે આવી Beautiful - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બાળપણમા બની હતી પ્રીટિ ઝિંન્ટાની બહેન, હવે દેખાઈ છે આવી Beautiful

બાળપણમા બની હતી પ્રીટિ ઝિંન્ટાની બહેન, હવે દેખાઈ છે આવી Beautiful

 | 5:06 pm IST

90ના દાયકામાં એવા ટીવી સીરિયલ આવ્યા હતા, જેમને મનોરંજનની દુનિયામાં ઈતિહાસ બદલી નાંખ્યો હતો. આ દરમિયાન લોકોના મનોરંજનનું માધ્યમ માત્ર ટીવી હતી. આવામાં બાળકોની ટીવી સીરિયલ ‘કરિશ્મા કા કરિશ્મા’એ પણ ટીવીની દુનિયામાં બહુ જ કરિશ્મા કર્યો હતો. આ સીરિયલમાં કામ કરનારી નાનકડી બાળકી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

2003માં આવેલી આ સીરિયલમાં કરિશ્માનું પાત્ર ભજવનાર બાળકીનું નામ ઝનક શુક્લા છે. આ સીરિયલમાં તે રોબોટના પાત્રમાં હતી. આ સીરિયલ કરતા સમયે ઝનકને ઉંમર માત્ર સાત વર્ષની હતી પંરતુ હવે ઝનક મોટી થઈ ગઈ છે. 1996માં જન્મેલી ઝનક હવે 22 વર્ષની થઈ ગઈ છે. હવે તે કોઈ એક્ટ્રેસથી ઓછી નથી લાગતી.

ઝનકે બાદમાં કલ હો ન હો ફિલ્મમાં જયા બચ્ચનની દીકરી અને પ્રીટિ ઝિન્ટાની બહેનનો રોલ કર્યો હતો. પરંતુ હાલ તે સાવ બદલાઈ ગઈ છે. અન્ય સ્ટાર કિડ્સની જેમ તેને ફિલ્મો કે સીરિયલમાં કમબેક કરવામાં જરાય રસ નથી. હાલ તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. ઝનકનું કહેવું છે કે, તે એક્ટિંગની દુનિયામાં ફરીથી જવા નથી માંગતી. હકીકતમાં તે એક સોશિયલ એક્ટિવિસ્ટ બનવા માંગે છે. એટલું જ નહિ, તે પરિવારના દરેક કામમાં મદદ કરે છે.

ઝનક દિલ્હીની રહેવાસી છે અને તેની માતા સુપ્રિયા શુક્લા ફેમસ એક્ટ્રેસ છે, જે ટેલિવુડમાં માતાના રોલમાં જોવા મળે છે. તેના પિતા એક ફિલ્મમેકર છે. જ્યારે ઝનક 6 વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયો હતો.