કાયદો અને વ્યવસ્થા સંભાળવાની સાથે સેવામાં પણ અગ્રેસર - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કાયદો અને વ્યવસ્થા સંભાળવાની સાથે સેવામાં પણ અગ્રેસર

કાયદો અને વ્યવસ્થા સંભાળવાની સાથે સેવામાં પણ અગ્રેસર

 | 2:00 am IST

કોરોનાના વાઈરસે હાહાકાર મચાવી નાખ્યો છે, ત્યારે લોકો ઘરમાં બેસીને તેનેે મહાત આપી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન રોજનું કમાઈને રોજનું પેટિયું રળવાવાળા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાખીમાં રહેલી માનવીય સંવેદનાઓ બહાર આવી રહી છે. પિૃમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા અને તેમની ટીમ દ્વારા ફરજની સાથે લોકસેવા પણ કરવામાં આવી ઔરહી છે.  લોકડાઉન દરમ્યાન લોકો ઘરમાં બેસીને બોર થઈ રહ્યા છે ત્યારે પોલીસ બેન્ડ મારફતે મેસેજ આપીને ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું તો સહદીય વિસ્તારના છેવાડાના ગામડાઓથી લઈને સ્લમ વિસ્તારમાં રાશનકિટથી લઈને લોકોની જરૃરત અંગેની કાળજી રાખી પોલીસ ફરજની સાથે મદદરૃપ પણ થઈ રહી છે. જેની નોંધ ખુદ મુખ્યમંત્રીએ પણ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન