Leaked Video Of Ranveer Singh From His Marriage
  • Home
  • Featured
  • પ્રાઇવસી છતા લીક થયા ‘દીપવીર’નાં મેરેજનાં વિડીયો, જોઇ લો રણવીરની મસ્તી

પ્રાઇવસી છતા લીક થયા ‘દીપવીર’નાં મેરેજનાં વિડીયો, જોઇ લો રણવીરની મસ્તી

 | 3:41 pm IST

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્નની વિધિઓ શરૂ થઈ ચુકી છે. મહેંદી અને સંગીત સેરેમની બાદ આજે 14 નવેમ્બરનાં દીપિકા અને રણવીર કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. આ બોલીવુડનાં સૌથી મોટા લગ્નમાંથી એક માનવામાં આવે છે. પોતાના લગ્નને રૉયલ અને ખાસ બનાવવા માટે દીપિકા-રણવીરે ઇટાલીનાં લેક કોમોને પસંદ કર્યું હતુ.

રણવીર અને દીપિકા તેમના લગ્નને એકદમ ખાનગી રાખવા ઇચ્છતા હતા. આ માટે તેમણે બોલીવુડનાં કોઇપણ સેલેબ્રિટીને લગ્નમાં આમંત્રણ આપ્યુ નથી. સંગીત અને મહેંદી સેરેમનીનાં સમાચારો આવ્યા છે, પરંતુ એકપણ તસવીર સામે નથી આવી.

જો કે આટલા પ્રાઇવેટ લગ્ન હોવા છતા દીપિકા અને રણવીરનાં લગ્નનાં 2 વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બંને વિડીયોમાં રણવીર સિંહ છવાયેલો છે. પહેલા વિડીયોમાં રણવીર પોતાના કોઇક સંબંધી સાથે ‘ખલી-બલી’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તો બીજા વિડીયોમાં રણવીર સિંહ મહેમાનો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આમાં રણવીર ઉર્મિલા માતોડકરનાં ફેમસ ગીત ‘છમ્મા છમ્મા’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન