learn-about-changes-in-rules-made-by-the-rbi-on-200-and-2000-notes
  • Home
  • Business
  • જાણો 200 અને 2000ની નોટોને લઈને RBIએ શુ કર્યો નિયમમાં ફેરફાર

જાણો 200 અને 2000ની નોટોને લઈને RBIએ શુ કર્યો નિયમમાં ફેરફાર

 | 5:28 pm IST

ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી કે નોટ પર લખાણ હોય તેવી નોટોના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય બેન્ક દ્વારા 2000 અને 200ની નોટોની સામે ઓછા મુલ્યની નોટો પેશ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.વર્ષ 2016માં નવેમ્બરમાં નોટબંધી બાદ રિઝર્વબેન્કે 200 અને 2000ની નોટ રજૂ કરી હતી. આ સિવાય રૂપિયા 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ અને 500ની નોટ રજૂ કરવામાં આવી હતી.

2009માં બદલાયા હતા કેન્દ્રીય બેન્કના નિયમો

રિઝર્વ બેન્કે દેશભરમાં કાર્યાલયો તેમજ માન્યતા પ્રાપ્ત બેન્કોની શાખાઓમાં ફાટેલી નોટ બદલી શકાશે. નોટની હાલત પરથી તેને અર્ધી કે પુરી કિંમતે બદલી આપવામાં આવશે. રિઝર્વ બેન્ક નિયમ 2009માં સેશોધન કરીને કેન્દ્રીય બેન્કોને કહ્યુ છે કે મહાત્મા ગાંધી નવી શૃંખલાવાળી ફાટેલી નોટો બદલી આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

8 નવેમ્બર2016માં નોટબંધી કરવામાં આવી હતી.

8 નવેમ્બર 2016માં 500 અને 1000ની નોટો ચલણ માથી હટાવી દેવામાં આવી હતી. આરબીઆઈના રિપોર્ટ અનુસાર 8 નવેમ્બર 2016માં દેશમાં 500 અને 1000ની જે નોટો સર્ક્યુલેશનમાં હતી તેની કિંમત 15 લાખ 41 હજાર કરોડ હતી. નોટબંધી બાદ બેન્કોમાં 15 લાખ 31 હજાર કરોડની કિંમતની નોટો પરત ફરી. 10 હજાર 720 કરોડની નોટો પરત ફરી નથી. શરૂઆતમાં એવુ માનવામાં આવતુ હતુ કે લગભગ 3 લાખ કરોડની નોટો પરત નહી આવે કેમકે તે કાળુ નાણુ છે.

નવી નોટો જૂની નોટો કરતા પ્રમાણમાં કદમાં નાની છે. નવી ચલણી નોટોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે RBIના આ નિયમબાદ 200 અને 2000ની ફાટેલી નોટોને બદલી શકાશે.