NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5200 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ઘી અને માખણમાંથી શ્રેષ્ઠ ખોરાક વિશે જાણો

ઘી અને માખણમાંથી શ્રેષ્ઠ ખોરાક વિશે જાણો

 | 6:34 pm IST

ભોજનમાં સ્વાદ વધારવા માટે લોકો ઘીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સ્વાસ્થય માટે ઘીના ઘણાં ફાયદા વિશે લોકો જાણતા જ નથી. જો ઘીને યોગ્ય પ્રમાણમાં ખોરાકમાં સામેલ કરવામાં આવે તો ઘી તમારી હેલ્થ માટે બધું લાભદાયી સાબિત થઇ શકે છે. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે જ વજને પણ ઓછું કરવામાં મદદ કરે છે. ઘી અને માખણ પૈકી કોનો નો ઉપયોગ કરવાથી સ્વાસ્થય માટે સારું માનવામાં આવે છે.

ઘી માખણનું સહઉત્પાદન છે. ઘીમાં ન લેક્ટોઝ હોય છે ન તો કાસીન. માખણમાં આવેલા આ બંન્ને પદાર્થ ઘી બનાવવાની પ્રક્રિયામાં નીકળી જાય છે. જો લોકો અન્ય દુધ ઉત્પાદનો લઈ શકતા નથી તો ઘી ખાઇ શકે છે. જોકે કોઇને દૂધ ઉત્પાદકોથી વધારે એલર્જી થાય છે, તો તેને ચોક્કસપણે એક વખત ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.

માખણથી અલગ ઘી એક ક્ષારીય ખોરાક હોય છે. ઘીમાં નાની શ્રેણી ઉપસ્થિત હોય છે જેને બુબર્ટ્સ કહે છે. જે આતંરડામાં સ્વાસ્થવર્ધક બેક્ટરિયા વધારે છે. ઘી ખાવાથી ઘણાં પ્રકારના ફાયદા થઇ શકે છે. યોગહીલરના સંસ્થાપક કેટ સ્ટિલમેન કહ્યું કે, આંતરડામાં બેક્ટરિયા ફાયબરને બટરક્રિક એસિડમાં રૂપાંતર કરીaને ઊર્જા ઉત્પન્ન કરાવે છે. તે આતંરડાને મજબૂત બનાવે છે. જેથી તમારા શરીરના પાંચન તંત્રને વધુ મદદ મળે છે.

ઘી એટલા માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં સી.એમ.એલ સામેલ હોય છે. આ એક ફેટી એસિડ હોય છે. જે કેન્સર સામે લડવામાં અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. ઘીમાં સ્વસ્થ ફેટ હોય છે જેથી ખરાબ ફેટ દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા શરીરમાં ફેટ ઝડપથી જામવા લાગે છે તો ઘી મદદ કરી શકે છે. તેમજ ઘી ચરબી-દ્રાવ્ય વિટામિનો સારો સ્રોત છે. તે વિટામીન કે, એ અને ઇ જેવા વિટામિન્સનો સારો સ્રોત છે.