Learn about the smoke of government in the state of Vibrant, Navratri, Kite festival and Rannośava.
  • Home
  • Ahmedabad
  • જાણો વાયબ્રન્ટની સ્થિતિ, નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ જેવા ઉત્સવોમાં સરકારના ધુમાડા વિશે!

જાણો વાયબ્રન્ટની સ્થિતિ, નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ જેવા ઉત્સવોમાં સરકારના ધુમાડા વિશે!

 | 8:50 am IST

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને નામે અધિકારીઓ, મહેમાનોની સરભરા ખર્ચમાં એક વર્ષમાં ૬૦૦ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સરકાર દરવર્ષે નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ જેવા ઉત્સવો ઊજવે છે.

વીતેલા બે વર્ષમાં પબ્લિક ટેક્સમાંથી આ ત્રણેય ઉત્સવો પાછળ ભાજપ સરકારે રૂ.૪૧ કરોડ વાપર્યાનું વિધાનસભાના પ્લેટફોર્મ પરથી બહાર આવ્યું છે.  પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ આપેલા જવાબને ટાંકીને કોંગ્રેસના ધારાસભ્યોએ ઉત્સવોનું આયોજન ભાજપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો કેટરર્સ, ટુૂર ઓપરેટર્સના લાભાર્થે થઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં વર્ષ ૧૭-૧૮માં સરકારે આમંત્રિતોના રહેવા, જમવા અને ફરવા માટે રૂ.૯ લાખ ખર્ચ્યા હતો. ૧૮-૧૯માં તે વધીને રૂ.૫૭.૫૬ લાખે પહોંચ્યો છે. બે વર્ષમાં નવરાત્રિ મહોત્સવ પાછળ રૂ.૧૮.૧૩ કરોડ, પતંગોત્સવમાં રૂ.૧૫.૩૧ કરોડ, રણોત્સવમાં રૂ.૭.૫૮ કરોડથી વધારે ખર્ચો સરકારે કર્યો છે.

બીચ ફેસ્ટિવલમાં રૂ.૩.૮૫ કરોડ ફૂંક્યા !

વીતેલા બે વર્ષમાં સરકારી ખર્ચો યોજાયેલા તિથલ, માંડવી, માધવપુરના દરિયાકાંઠે બિચ ફેસ્ટિવલમાં રૂ.૩,૮૫,૭૩,૦૦૦ વાપર્યાનું પ્રવાસન મંત્રીએ જવાબમાં સ્વીકાર્યુ છે.

બનાવટી જંતુનાશક દવાઓ સૌથી વધુ રાજકોટમાંથી મળી આવી

જંતુનાશક દવાઓના નામે બનાવટી, ગેરકાયદેસર જથ્થો વેચાઈ રહ્યો છે. કૃષિમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોને જવાબ આપતા ગુજરાતમાં ૨૫૯ બિનપ્રમાણિત નમૂનાઓ મળ્યાનું કહ્યું છે.

જેમાંથી સૌથી વધુ ૨૩ નમૂનાઓ રાજકોટમાંથી મળી આવ્યા છે. જેને ટાંકીને કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજકોટમાં જ બનાવટી દવાઓનું ઉત્પાદન-વેચાણ કરતી કંપનીઓને સરકારનો કોઈ ડર નથી તેવો આક્ષેપ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન