xiaomi poco f1, xiaomi mi 2, Samsung Galaxy Note 6,Oppo F9 Pro
  • Home
  • Technology
  • જાણો ભારતમાં ઓગષ્ટમાં ક્યા ક્યા સ્માર્ટફોન લૉન્ચ થયા

જાણો ભારતમાં ઓગષ્ટમાં ક્યા ક્યા સ્માર્ટફોન લૉન્ચ થયા

 | 12:39 pm IST

ઓગષ્ટ મહિનામાં ભારતમાં ઘણા સ્માર્ટફોન્સ લૉન્ચ થયા છે. આ દરમિયાન 8,000 રૂપિયાથી 85,000 રૂપિયાના ભાવના સ્માર્ટફોન ભારતમાં આવ્યા. Samsung Galaxy Note 6, Oppo F9 Pro, Shaomiની નવી તમામ બ્રાંડ Poco F1, Mi A1 અપગ્રેટેડ વેરિયન્ટ Mi A 2 જેવા ઘણા ફોન ભારતમાં લૉન્ચ થયા છે.

Samsung Galaxy Note 9, Poco F1,Mi A 2,Honor Play Smartphone માર્કેટમાં આવ્યા છે. 22 ઑગસ્ટે Samsung પોતાનો ફ્લેગશીપ ડિવાઇસ Samsung Galaxy Note 9 ભારત લૉન્ચ કર્યો છે.ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 67,900 રૂપિયા અને 8 GB રેમ અને 512 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 84,900 રૂપિયા છે. નવા Samsung Galaxy Note 9 ફેબલેટ 6.4 ઇંચનો ક્વાડ એચડી + સુપર એમોલ્ડ (1440 x2960 ​​પિક્સલ) ઇનફિનિટી ડિસ્પ્લે છે. 2.7 ગીગાહર્ટ્ઝ ઑક્ટા-કોર એક્સીનોસ 9810 પ્રોસેસર છે. આ ફેબલેટમાં 6 GB રેમ અને 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Shaomi પોતાની નવી સબ બ્રાન્ડ Pocoનો પ્રથમ સ્માર્ટફોન Poco F1 ભારતમાં લૉન્ચ કર્યો છે. ફોન 6 GB રેમ + 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ (20,999 રૂપિયા), 6 GB રેમ + 128 GB ઇન્ટરનલ મેમરી (23,999 રૂપિયા) અને 8 GB રેમ + 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ (28,999 રૂપિયા) વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. તેનું પ્રથમ વેચાણ 29 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને મી.કોમ પર શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન