Learn from the eyebrows of women how they are? What are the symptoms of women with desire?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મહિલાઓની ભ્રમર પરથી જાણો તેઓ કેવી હોય છે? જાતીય વાસના ધરાવતી સ્ત્રીઓના કેવા હોય છે લક્ષણો

મહિલાઓની ભ્રમર પરથી જાણો તેઓ કેવી હોય છે? જાતીય વાસના ધરાવતી સ્ત્રીઓના કેવા હોય છે લક્ષણો

 | 8:58 am IST

સામુદ્રિક શાસ્ત્ર

જે વ્યક્તિઓની ભ્રમર સાધારણ રીતે ભૂરા રંગની હોય છે તે શુભસૂચક છે. જો આવા પ્રકારની ભ્રમર ધરાવતી સ્ત્રી હોય અને ખાસ કરીને એ ભ્રમર ખૂબ જ ફેલાયેલી અને મોટી હોય તો તેવી સ્ત્રીઓને વૈધવ્યજીવન ભોગવવું પડે છે. આવી સ્ત્રીઓની બીજી વિશેષતા એ પણ જોવામાં આવી છે કે આવી સ્ત્રીઓ બીજા પુરુષોનો સહવાસ વધુ ઈચ્છતી હોય છે. આવી વ્યક્તિઓ જાહેર ક્ષેત્રમાં હોય તો ત્યાં પણ પોતાના સ્વભાવને અનુકૂળ એવી વ્યક્તિનો સહવાસ વધુ ઈચ્છતી હોય છે.

જે સ્ત્રીઓની ભ્રમર ભૂખરા રંગની અને ખૂબ જ જાડી હોય એટલે કે એના વાળ જાડા અને સૂકા રંગના હોય તેનામાં જાતીય વાસના ખૂબ જ હોય છે. આવી સ્ત્રીઓ વાયુ પ્રકૃતિની હોવાથી જરા આળસુ હોવા છતાં શૃંગારપ્રિય વધારે હોય છે.

નાની ભ્રમર ધરાવતી સ્ત્રીઓ

જે સ્ત્રીઓની ભ્રમર બિલકુલ નાની હોય તેને નિંદ્ય ગણવામાં આવી છે. આવી સ્ત્રીઓના સ્વભાવને જલદી સમજી શકાતો નથી. આવા પ્રકારની ભ્રમર ધરાવતી સ્ત્રીનો જન્મ શ્રીમંત ઘરમાં થયો હોય તો પણ તે સ્ત્રીનું જીવન અવ્યવસ્થિત બને છે તેમજ એવા પ્રકારના જીવનમાંથી પસાર થવાનું રહેતું હોય છે કે આંતરિક અવરોધો, વિચિત્રતાઓ, ખોટી મુશ્કેલીઓ એને વિવશતા અનુભવ્યા કરે છે. આવી સ્ત્રીઓને ધીરેધીરે એવા પ્રકારની વિવશતામાં મુકાવું પડે છે કે તેને અન્યના ઉપર આધાર રાખીને ચાલવું પડે છે. આવી સ્ત્રીઓને પ્રથમથી જ તેના પતિદેવ કે ઘરની અન્ય વ્યક્તિઓ સાથે મતભેદ રહેતા હોય છે. બીજી રીતે વાતાવરણમાં અનુકૂળતા રહે તો પણ માનસિક મતભેદ તો રહેતો જ હોય છે. આવી સ્ત્રીઓ પોતાના મનની વ્યથા-વેદના અન્ય કોઈ પાસે જલદી વ્યક્ત કરી શકતી નથી.

લાંબું આયુષ્ય ભોગવનારની ભ્રમર  

જે વ્યક્તિઓની ભ્રમર વચમાંથી ભરાવદાર હોય તે નિખાલસ હૃદયની અને લાંબું આયુષ્ય ભોગવતી હોય છે. આવી વ્યક્તિઓમાં બીજી વિશેષતા એ પણ જોવામાં આવી છે કે તેઓનું સ્વાસ્થ્ય વધારે સારું રહેતું હોય છે. તેઓનો દેખાવ વધારે સારો અને મિલનસાર સ્વભાવ હોય છે. આ પ્રકારની ભ્રમર ધરાવતા લોકોની વિશિષ્ટતા એ પણ છે કે તેઓ ગમે તેવા વાતાવરણને જલદી અનુકૂળતા થઈ જતાં હોય છે. અનુભવમાં એ પણ જાણવા મળ્યું કે જે વ્યક્તિઓની ભ્રમર ખૂબ જ આછી હોય તો નિર્બળ મનોવૃત્તિની હોય છે.                                       (ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન