આ રીતે જાણો, તમારા નસીબમાં રાજયોગ છે કે નહીં! - Sandesh
NIFTY 10,715.40 -25.70  |  SENSEX 35,285.00 +-102.88  |  USD 67.6850 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ રીતે જાણો, તમારા નસીબમાં રાજયોગ છે કે નહીં!

આ રીતે જાણો, તમારા નસીબમાં રાજયોગ છે કે નહીં!

 | 11:51 am IST

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં એવા કેટલાક ચિન્હો હોય છે જેને શુભ અને રાજયોગના સૂચક માનવામાં આવે છે. જેમકે શનિ પર્વત પર ત્રિશૂલનું નિશાન. તેવી જ રીતે હથેળીમાં ભાગ્ય રેખા અને ચંદ્ર પર્વતથી નીકળી રેખા જોડાયેલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે. તેવી જ રીતે હથેળીમાં હળ અથવા તલવારની નિશાની પણ શુભ માનવામાં આવે છે. આવા જાતકને પણ રાજયોગ સમાન ફળ મળે છે. આવા ચિન્હ જેમની હથેળીમાં હોય તેમને ધનની ક્યારેય ઉણપ રહેતી નથી.

વ્યક્તિના ભાગ્યમાં ધનયોગ છે નહીં તેની ભવિષ્યવાણી મોટા ભાગે લોકો કુંડળી પરથી જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલું આર્થિક સુખ ભોગવશો તે વાત હસ્તરેખા પરથી પણ જાણી શકાય છે. જો તમારી હથેળીમાં આ યોગ બની રહ્યો હોય તો નક્કી તમે ધનવાન બનશો.

હથેળીમાં મંગળ પર્વત
હથેળીમાં મંગળ પર્વત ઊંચો હોય અને સાથે જ મસ્તિષ્ક રેખા તેના છેડાથી બે ભાગમાં ફંટાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં લાંબી હોય તો તેને રાજયોગના સંકેત માનવામાં આવે છે. આવી વ્યક્તિ સુખ-સમૃદ્ધિ અવશ્ય ભોગવે છે. તે સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસેની રેખા જો મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી અને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ મેળવે છે.

હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત
હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને સાથે જ ભાગ્ય રેખા-બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે પણ રાજયોગનો સંકેત છે. હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. ઉપરાંત છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત કરે છે.