GPFના દરમાં ધરખમ ઘટાડો, જાણો લાખો સરકારી કર્મચારીઓને કેવો પડશે ફટકો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • GPFના દરમાં ધરખમ ઘટાડો, જાણો લાખો સરકારી કર્મચારીઓને કેવો પડશે ફટકો

GPFના દરમાં ધરખમ ઘટાડો, જાણો લાખો સરકારી કર્મચારીઓને કેવો પડશે ફટકો

 | 11:42 am IST
  • Share

મોદી સરકારે જનરલ પ્રોવિડેંડ ફંડ અને તેનાથી જોડાયેલી અન્ય યોજનાઓ માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગત ત્રી માસિકથી આ યોજનાઓમાં 8 ટકા વ્યાજદર મળી રહ્યો હતો, પરંતુ હવે નાણાકીય વર્ષની બીજા ત્રી માસિક માટે વ્યાજ દર ઘટાડીને 7.9 ટકા કરી દીધો છે. વ્યાજ દર ઘટાડવાથી કેન્દ્ર સરકાર, રેલ્વે અને રક્ષા ક્ષેત્રના લાખો કર્મચારીઓને નુક્સાન થશે.

જનરલ પ્રોવિડંડ ફંડએ સરકારી કર્મચારીઓના પીએફ એટલે કે ભવિષ્ય ભંડોળ ફંડ હોય છે. આ ફંડમા સરકારી કર્મચારીઓના વેતનનો એક ભાગ જમા થાય છે, જે બાદમાં તેમને રિટાયરમેન્ટ સમયે મળે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા એક અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન આ સામાન્ય સૂચના આપવામાં આવી છે કે જનરલ પ્રોવિડેંડ ફંડ અને તેના સમાન અન્ય ફંડ માટે વ્યાજ દર 1 જુલાઈ, 2019થી 7.9 ટકા કરવામાં આવી છે.

આ ફંડ હેઠળ 31 ડિસેમ્બર, 2003 કે તેનાથી પહેલા નિયુક્ત કર્મચારીઓને પીએફ જમા થાય છે. જે અન્ય ફંડ માટે વ્યાજ દર, સ્ટેટ રેલ્વે પ્રોવિડેંડ ફંડ, જનરલ પ્રોવિડેંડ ફંડ, ઈન્ડિયન ઓર્ડનેસ ડિપાર્ટમેન્ટ પ્રોવિડેંડ ફંડ, ઈન્ડિયન ઓર્ડિનેંસ ફેક્ટરી વર્કમેન્સ પ્રોવિડેંડ ફંડ, ઈન્ડિયન નવલ ડોકયાર્ડ વર્કમેન્સ પ્રોવિડેંડ ફંડ, ડિફેંસ સર્વિસિસ ઓફિસર્સ પ્રોવિડેંડ ફંડ અને આમ્ડ ફોર્સેસ પર્સનલ પ્રોવિડેંડ ફંડનો સમાવેશ થાય છે.

આ પહેલા જીપીએફનો વ્યાજ દરમાં બદલાવ ઓક્ટોમ્બર 2018માં કરવામાં આવ્યો હતો, જ્યારે વ્યાજ દર 0.4 ટકા વધીને 8 ટકા કરવામાં આવ્યુ હતુ. ગત મહિને જ સરકારે પબ્લિક પ્રોવિડેંડ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેચટ જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ 0.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

એનએનસી અને પીપીએફ પર વ્યાજ દર 7.9 ટકા અને કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.6 ટકા કરી દીધી હતી. માર્ચ, 2017માં સરકારે જીપીએફ નીકાળવાના નિયમોને સરળ બનાવી દીધા હતા, જે બાદ તેનાથી જોડાયેલા લોકો ઈચ્છે તો 15 દિવસની અંદર જ ચુકવણી મેળવી શકે છે. કર્મચારી નોકરીના 10 વર્ષ સમાપ્ત થયા બાદ કેટલીક ખાસ જરૂરીયાતો માટે જીપીએફ નીકાળી શકે છે, પહેલા આ 15 વર્ષ પછી જ થતું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન