Learn how to do Awaran Puja and will be obtained from it, Video
  • Home
  • Featured
  • જાણો કેવી રીતે કરવી આવરણ પુજા અને તેનાથી કેવા ફળની થશે પ્રાપ્તિ, Video

જાણો કેવી રીતે કરવી આવરણ પુજા અને તેનાથી કેવા ફળની થશે પ્રાપ્તિ, Video

 | 9:01 am IST

કળિયુગમાં ચમત્કારિક દેવ છે ગણપતિ. ભગવાન ગણેશની કરવી વિશેષ પૂજા. સરળ ઉપાય અપાર સુખની પ્રાપ્તિ કરાવે છે. આવરણ પૂજા છે વિશેષ પૂજા. મંગળવારે કરવો આ ઉપાય. ભગવાન ગણેશજીની દૈનિક પૂજા કરવી. દિવો, તિલક , મંત્ર જાપ કરવો. કેવી રીતે કરવી આવરણ પૂજા.

ગણેશજીની મૂર્તિને લાલ રંગના આસન પર બિરાજીત કરવા. પૂજા માટે જાસુદના સાત પુષ્પ લેવા. પુષ્પ પર અનામિકા આંગળીથી ચંદનનો કરવો છંટકાવ. ૐ ગં ગણપતૈય નમ. આ મંત્ર બોલી ચંદનનો છંટકાવ કરવો. લાલ રંગના અક્ષત અર્પણ કરવા. એક પાત્રમાં ચંદન ,પંચામૃત , અક્ષત પધરાવવા. દૂર્વાની એક જુડી લેવી

ભગવાનના આવરણ પૂજાના મંત્ર બોલવા. ભગવાન પ્રસન્ન થતા અપાર સુખોની પ્રાપ્તિ કરાવે છે. “ૐ શ્રીં રીં ક્લીં ગ્લોં ગં ગણપતૈય વરવરદ સર્વજનમે. વસમાનાય સ્વાહા. પૂજયામી , તર્પયામી , મર્જયામી”. આ શબ્દ બોલી જાસુદ પુષ્પ અર્પણ કરવુ. 

દૂર્વાથી જળનો છંટકાવ કરવો. સાત વખત આ ઉપાય કરવો. “ગાં રદયાયૈ નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ”. “ગોં શીરસે નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ” “ગું શીરસે નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ”. “ ૐ ગું શીખાયૈ નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ”. “ૐ ગૈં કવચાયૈ નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ”

“ગોં નેત્રત્રયાય નમઃ શ્રીં પાદુકાં પૂજયામી , તર્પયામી ”. સાત મંત્રો દ્રારા કરો ગણેશજીની આવરણ પૂજા. ૧૧ મંગળવાર સુધી કરવો આ ઉપાય. અપાર સુખની થાય છે પ્રાપ્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન