Learn how to please Hanumanji to get Shanikrupa BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો, શનિકૃપા પ્રાપ્ત કરવા હનુમાનજીને રીઝવવા કેવા કરવા ઉપાય

જાણો, શનિકૃપા પ્રાપ્ત કરવા હનુમાનજીને રીઝવવા કેવા કરવા ઉપાય

 | 9:42 am IST

શનિ દેવ છે સુખાકાર. તેઓ દેવ હોય કે દાનવ સૌને પોતાના કર્મના અનુસાર દંડ અને ફળ આપે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં શનિદેવની દેવ હનુમાન સાથેની મિત્રતાની પણ ઘણી કથાઓ ઉલ્લેખાયેલી છે..કહેવાય છે કે જો આપણે હનુમાનજીની પુજા અર્ચના કરીએ છીએ તો તેનાથી શનિદેવની કૃપાના પણ અધિકારી બનીએ છીએ..આવો ત્યારે શનિકૃપા પ્રાપ્ત કરવા હનુમાનજીને રીઝવવા કેવા કરવા ઉપાય..જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે.

ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા હરિશ્ચંદ્રને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ; નળરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન