Learn the ritual worship maachandraghanta from Shastri, Video
  • Home
  • Featured
  • મા ચંદ્રઘંટાની પૂજા વિધિ જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

મા ચંદ્રઘંટાની પૂજા વિધિ જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

 | 9:38 am IST

ચૈત્રી નવરાત્રિનું ત્રીજુ નોરતુ. સંસારના કણકણમાં વસતી શક્તિ આપણને સૌને ઈશ્વરાભિમુખ કરે છે. આ જ શક્તિ છે જેની સામે માનવી યુગોથી નતમસ્તક થતો આવ્યો છે. ત્યારે આજની આ યાત્રામાં આરંભમાં ભાગ લઈશુ મા આશાપુરાની આરતીમાં ત્યારબાદ જાણીતા માઈ મંદિરોના દર્શન કરીને ધન્યતાની કરીશુ અનુભુતિ.

સાથે જ માનું ત્રીજુ સ્વરૂપ એવા મા ચંદ્રઘંટાના ભજનનું કરીશુ શ્રવણ ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા સમજાવશે ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની ઉપાસનાનું રહસ્ય. તો આવો માતાજીનું નામ લઈને આરંભ કરીએ આજની કલ્યાણકારી યાત્રાનો.

આસુરી તત્વોનો નાશ કરી જીવમાત્રને અભય વરદાન આપતી શક્તિની ઉપાસના યુગોથી થતી આવી છે. આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજુ નોરતુ છે ત્યારે આવો દર્શન કરીએ કલ્યાણકારી માઈ મંદિરોના.

આજે છે ચૈત્રી નવરાત્રિનો ત્રીજો દિવસ આજના દિવસે માતાજીનું તૃતિય સ્વરૂપ એવા મા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે…ત્યારે પ્રસિદ્ધ લોકગાયકીના મુખે મા ચંદ્રઘંટાના એક સુંદર ભજનનું કરીએ શ્રવણ.

ચૈત્રી નવરાત્રીને અનુષ્ઠાન તથા ઉપાસનાની નવરાત્રિ કહે છે. તેથી જ ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા વિધિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવુ તથા કેવા ફળની પ્રાપ્તિ થાય છે આ વિશેની ખાસ વાત જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન