Learn the worship ritual of Gauri Vrat and its scriptural glory, Video
  • Home
  • Featured
  • જાણો ગૌરી વ્રતની પૂજન વિધિ અને તેનો શાસ્ત્રોક્ત મહિમા, Video

જાણો ગૌરી વ્રતની પૂજન વિધિ અને તેનો શાસ્ત્રોક્ત મહિમા, Video

 | 8:57 am IST

નાનપણથી જ બાળકોમાં ધાર્મિક ભાવના કેળવવી. નાની બાળાઓ કરે છે ગૌરી વ્રત. એકાદશીથી પૂનમ સુધી કરાય છે ગૌરી વ્રત અષાઢ સુધી પાંચમથી જવેરા વાવવા. એક વાંસની છાબડી લેવી. માટી અને છાણીયુ ખાતર લેવુ. “ગૌરી માતાયૈ નમઃ” આ મંત્ર બોલી જવેરાની સામગ્રી તૈયાર કરવી. સાત પ્રકારના ધાન્ય લેવા. ડાંગર, ઘંઉ ,જવ, તુવેર ,જાર ,ચોખા ,તલ સાત મુઠી ધાન્ય તૈયાર કરવા. માટી સાથે મિશ્રિત કરી પાણી છાંટવુ. 

“ગૌરી માતાયૈ નમઃ”. આ છાબડીને ધરમાં પવિત્ર સ્થળે રાખવી. મંદિર કે સ્વચ્છ જગ્યાએ મુકવી. એકાદશીથી કરવુ પૂજન. પાંચ દિવસ કરવુ ગૌરી માતાનુ પૂજન. માતા પિતાના આશીર્વાદ લઈ ઘરમાં એક દિવો કરવો. સૂર્યદેવને વંદન કરવા. આસન પર બેસી જવેરાનુ પૂજન કરવુ. કંકુનો કરવો છંટકાવ. બાલિકાના હાથમાં નાડાછડી બાંધવી. “ગૌરી માતાયૈ નમઃ ગંધમ સમર્પયામી” આ બોલી ચોખા અને પુષ્પ અર્પણ કરવા. આરતી પણ કરવી. 

પાંચ દિવસ સુધી જવેરાની પૂજા કરવી. ગૌરી વ્રતમાં ખેતર ખેડવાની વિધિ કરવી. અંતમા ક્ષમાયાચના અને પ્રાર્થના કરવી. સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. મા પાર્વતીએ કર્યુ હતુ ગૌરી વ્રત. પાંચ દિવસ સુધી બાળાઓએ કરવો ઉપવાસ. ભાવથી થાય છે ભગવાન પ્રસન્ન. મીઠાનો પાંચ દિવસ સુધી ત્યાગ કરવો પાંચમા દિવસે જાગરણ કરવુ. “ગૌરી માતાયૈ નમઃ” આ મંત્રની એક માળા કરવી. પાંચ દિવસના પૂજાપાનુ વિસર્જન કરવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન