what causes pancreatic cancer that causes Manohar Parrikar's death
  • Home
  • Featured
  • આ બીમારીએ લીધો મનોહર પારિકરનો જીવ, જાણો શુ છે લક્ષણ

આ બીમારીએ લીધો મનોહર પારિકરનો જીવ, જાણો શુ છે લક્ષણ

 | 4:27 pm IST

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 17 માર્ચે નિધન થયું. તે લાંબા સમયથી પૈન્ક્રિયાટિક કેન્સરથી પીડાય રહ્યા હતા. આ બીમારી જીવલેણ એટલા માટે પણ છે કારણકે શરૂઆતી સ્ટેજમાં તેના લક્ષણ સામે આવતા નથી. ખાસ કરીને મામલામાં લક્ષણ દેખાવવાના ત્યારે શરૂ થાય છે. જ્યારે તેના પ્રભાવિત સેલ્સ મોટા આકાર લઇ લેતા હોય છે કે પછી પૈન્ક્રિયાટિકની બહાર ફેલાય ચૂક્યા હોયછે. એડવાન્સ સ્ટેજમાં પૈન્ક્રિયાટિક કેન્સર અંગે માલૂમ પડવા પર તેનો ઉપચાર શરૂ પણ કરી દેવામાં આવે તો દર્દીને પૂર્ણ રીતે સારુ થવાની આશા ખૂબ ઓછી હોય છે.

કેવી રીતે થાય છે આ કેન્સર

આ સ્થિતિ ત્યારે ડેવલપ હોય છે જ્યારે પૈન્ક્રિયાટિકના સેલ કાઉન્ટમાં ખૂબ ઝડપથી વૃદ્ધિ થવા લાગે છે. અનિયંત્રિત કોશિકાઓ ગંભીર ટ્યૂમર બનાવે છે. જે બ્લડ સ્ટ્રીમ દ્રારા શરીરના અન્ય ભાગો પર આક્રમણ કરે છે. જેનાથી ઓર્ગન ફેલિયર અને મોત થઇ શકે છે.

બે પ્રકારના હોય છે પેન્ક્રિયાટિક કેન્સર

પૈન્ક્રિયાટિકમાં ગ્રંથિઓ રહેલી હોય છે જે શરીર માટે પૈન્ક્રિયાટિક હોર્મોન અને ઇંસુલિન બનાવે છે. કેન્સર પૈન્ક્રિયાટિકના એક્સોક્રાઇન અને એન્ડોક્રાઇન ભાગમાં ઉદભવવા લાગે છે. એક્સોક્રાઇન કેન્સર પૈન્ક્રિયાટિક ગ્લેન્ડની અંદર હોય છે જ્યારે એન્ડોક્રાઇન ટ્યૂમર તે ભાગમાં હોય છે જે શરીર માટે હોર્મોન પ્રોડ્યૂસ કરે છે.

લક્ષણ

પૈન્ક્રિયાટિક કેન્સર ત્યાં સુધી લક્ષણ નથી દેખાત જ્યાં સુધી તે ક્રિટિકલ ન બની જાય. તેના જે શરૂઆતી લક્ષણ દેખાય પણ છે તે અન્ય બીમારીઓથી મળતા આવે છે. એવામાં ખાસકરીને મામલામાં દર્દી તે અન્ય બીમારીઓનો ઇલાજ કરાવવા લાગે છે. જેનાથી પૈન્ક્રિયાટિક કેન્સરને શરીરમાં વધવાની તક મળે છે. આ લક્ષણ જો શરીરમાં અચાનકથી દેખાવવા લાગે છે અને લાંબા સમય સુધી યથાવત રહે તો વ્યક્તિને એક વખત પૈન્ક્રિયાટિક કેન્સર માટે ટેસ્ટ જરૂર કરવવા જોઇએ.

– પેટ અને પીઠમાં દુખાવો થવો
– અચાનક વજન ઓછું થવું
– પાચન સંબંધી સમસ્યા
– વારંવાર તાવ આવવો
– ત્વચામાં ડ્રાયનેસ વધવી
– ભૂખ ન લાગવી
– બેચેની રહેવી કે ઉલટી થવી
– કમરો થવો
– હાઇ બ્લડ શુગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન