Learn why sattvik food is not included in the onion-garlic
  • Home
  • Featured
  • આ કારણોસર સાત્વિક ભોજનમાં નથી આવતા લસણ-ડૂંગળી

આ કારણોસર સાત્વિક ભોજનમાં નથી આવતા લસણ-ડૂંગળી

 | 2:23 pm IST

યોગ શાસ્ત્રમાં સાત્વિક ભોજનમાં સૌથી શુદ્ધ માનવામાં આવ્યું છે. ડુંગળી લસણ વગર અને ઓછા મસાલા વાળા ખાવાનાને સાત્વિક ભોજન કહેવાય છે. યોગ કર્યા બાદ હળવું અને લાઇટ ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. યોગ શાસ્ત્ર અનુસાર ડુંગળી-લસણ ગુસ્સો, ચિડિયાપણું, ચિંતા થાય છે અને તે શારીરિક રીતે, ભાવનાત્મક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે શરીરને ખુબ નુકસાન પહોંચાડે છે.

સાથે જ તે ખરાબ શ્વાસ અને શરીરમાં દુર્ગંધ પણ પેદા કરે છે. સાત્વિક ભોજન શરીરને ભરપૂર એનર્જી આપે છે. આયુર્વેદમાં સાત્વિક ભોજન હેલ્ધી મગજ અને હેલ્ધી શરીરની વચ્ચેના સંતુલનને યોગ્ય રાખે છે.

કેવી રીતે બનાવાય ડુંગળી – લસણ વગરની દાળ

– કાબૂલી ચણાને એક બાઉલમાં ઉમેરીને પલાળીને રાખો. સવારે તેને પાણીમાંથી નીકાળીને અલગ રાખી દો.

– હવે દરેક દાળને ધોઇને એક બાઉલમાં એક કલાક પલાળીને રાખી દો.

– દાળના મસાલાની દરેક સામગ્રીને પૂરતુ પાણી મળીને મિક્સરમાં ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો.

– મીડિયમ આંચમાં એક પ્રેશર કૂકરમાં પલાળેલા કાબૂલી ચણા, દાળ, હળદર, લાલ મરચું, મીઠું અને બે કપ પાણી ઉમેરીને બે સીટી વાગવા દો.

– હવે આંચ ધીમી કરીને 2-3 મિનિટ સુધી ચઢવા દો અને આંચ બંધ કરીને દાળને કુકરમાં રહેવા દો.

– મીડિયમ આંચમાં એક કડાઇમાં તેલ ઉમેરીને ગરમ કરો અને પીસેલી પેસ્ટને ઉમેરીને બરાબર સાંતળી લો.

– જ્યારે મસાલામાંથી તેલ છૂટુ પડવા લાગે તો તેમા ટામેટું અને મીઠું ઉમેરીને ચડવા લાગે.

– હવે બાફેલી દાળ ઉમેરીને 3-4 મિનિટ ધીમી આંચ પર ચડવા દો.

– વગર ડુંગળી- લસણની દાળ તૈયાર છે. તેમા તમે લીંબુનો રસ ઉમેરીને રોટલી અને જીરા રાઇસ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન