જાણો કાન અને વાળથી વ્યક્તિનો સ્વભાવ... - Sandesh
NIFTY 10,988.15 -30.75  |  SENSEX 36,499.05 +-42.58  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • જાણો કાન અને વાળથી વ્યક્તિનો સ્વભાવ…

જાણો કાન અને વાળથી વ્યક્તિનો સ્વભાવ…

 | 1:49 am IST

સમુદ્રશાસ્ત્ર ભારતીય જ્યોતિષની જ એક શાખા છે. જેના અનુસાર કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગો જોઇને તેના વિશે વધારેમાં જાણી શકાય છે. આજે આપણે જાણીશું કે કોઇ વ્યક્તિના કાન અને વાળ પરથી તેના સ્વભાવ વિશે શું જાણી શકાય છે.

સામુદ્રિક શાસ્ત્ર અને કાન..

મનુષ્યની ચોથી જ્ઞાાન ઇન્દ્રી કાન છે. જેનો એક ભાગ શરીરની બાહાર અને એક ભાગ શરીરની અંદર હોય છે. આવો જાણીએ આવા કાન વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

નાના કાન : જે લોકોના કાન સામાન્યથી થોડા નાના હોય છે આવી વ્યક્તિ ખૂબ જ બળશાળી હોઇ શકે છે. વિશ્વસનીય પણ હોય છે. સાથે તેઓ કળાના વિષયમાં પણ રસ ધરાવતા હોય છે. અને જો તેમની પાસે કોઇપણ વસ્તુ માંગવામાં આવે તો તે ના નથી કહી શકતા.

મોટા કાન : જો કોઇ વ્યક્તિના કાન મોટા હોય, તો તે વિચારશીલ, વ્યાવહારિક તથા સમયના પાબંધ હોય છે. તેમને કોઇપણ કામમાં મોડા પડવું પસંદ નથી હોતું. તેમજ તે દરેક કામ વ્યવસ્થિત રૂપથી કરવામાં વિશ્વાસ રાખે છે.

પહોળા કાન : સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઇના કાન સામાન્ય કરતા પહોળા હોય તો આવા લોકો પાસે તમામ પ્રકારની સુખ સુવિધા હોય છે. તેઓ પોતાના જીવનમાં બધા જ સુખ મેળવી શકે છે. આવા લોકો અવસરવાદી હોય છે.

સામાન્યથી વધુ નાના કાન : જો કોઇ વ્યક્તિના કાન વધુ પ્રમાણમાં નાના હોય તો, એવા લોકો સ્વભાવે થોડા ચંચળ હોય છે. તેઓ ભગવાન પર ખૂબ જ વિશ્વાસ કરે છે. ક્યારેક-ક્યારેક આવા લોકો લાલચી થઇ જાય છે અને કોઇને પણ વિશ્વાસઘાત આપવાથી અચકાતા નથી. કોઇપણની સાથે તેઓ પોતાના કામ કઢાવી લેવામાં માહિર હોય છે.

વચ્ચેથી દબાયેલા કાન : જે વ્યક્તિના કાન દબાયેલા હોય છે, તેઓ સ્વભાવે અપરાધી પ્રવૃત્તિના હોય છે.

સામુદ્રિક શાસ્ત્ર અને વાળ….

વાળ મૃત કોશિકાઓથી બનતા હોય છે. મનુષ્યના ચહેરાને આકર્ષક બનાવામાં વાળનું ખૂબ જ યોગદાન હોય છે. આવો જાણીએ વાળ પરથી વ્યક્તિના સ્વભાવને.

બે મોેંહવાળા વાળ :

સામુદ્રિક શાસ્ત્રના અનુસાર વ્યક્તિના માથાના એક મૂળમાં એક જ વાળ હોય તો એને શુભ માનવામાં આવે છે. તેમજ આવા વાળ જ ઉત્તમ હોય છે. પરંતુ એક વાળની ઘણી શાખાએ નીકળેલી હોય તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય થોડંુ ખરાબ રહી શકે છે. આવા લોકો બે વિચારધારાની વચ્ચે ફસાયેલા રહે છે. કોઇ નિર્ણય સુધી નથી પહોંચી શકતા, જેનાથી તેમને સફળતા નથી મળતી.

કાળા વાળ : જે વ્યક્તિના વાળ કાળા હોય છે, તે માનસિક રૂપથી પૂર્ણ સ્વસ્થ, વિશ્વાસ કરવા યોગ્ય તેમજ ઉચ્ચ જીવન શક્તિ વાળા હોય છે તથા જે પણ વ્યક્તિના વાળ નાની ઉંમરે સફેદ થઇ જાય છે, તેવા વ્યક્તિ માનસિક રૂપથી અપેક્ષાકૃત કમજોર હોય છે.

સરળ સીધા વાળ : આત્મ સંરક્ષણ, સરળ સ્વભાવ તેમજ સીધી કાર્યપ્રણાલીનું સૂચક છે. અથવા વાળોમાં સરળતાની અપેક્ષા લહેરીપણું હોય તો વ્યક્તિ વિનમ્ર, સભ્ય , કલા પ્રેમી, સાચો મિત્ર તેમજ દયાળુ હોય છે.

કાળા, ચીકણા, મુલાયમ આકર્ષક તથા સરળ વાળ સ્ત્રીઓને  સૌભાગ્ય, સંમ્પત્તિ પ્રદાન કરે છે. જ્યારે પીળા લાલ , કર્કશ, રૂક્ષ, નાના તેમજ વિખરાયેલ વાળ વાળી સ્ત્રીઓ હંમેશાં દુઃખી રહે છે.