અમદાવાદમાં પત્ની-બાળકીને મૂકી પતિએ USAમાં બીજા લગ્ન કરી સંસાર વસાવ્યો, ત્રણેક વર્ષ બાદ ફેસબુકે પોલ ખોલી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં પત્ની-બાળકીને મૂકી પતિએ USAમાં બીજા લગ્ન કરી સંસાર વસાવ્યો, ત્રણેક વર્ષ બાદ ફેસબુકે પોલ ખોલી

અમદાવાદમાં પત્ની-બાળકીને મૂકી પતિએ USAમાં બીજા લગ્ન કરી સંસાર વસાવ્યો, ત્રણેક વર્ષ બાદ ફેસબુકે પોલ ખોલી

 | 8:15 am IST
  • Share

શહેરમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો કે લગ્ન બાદ વિદેશ લઈ જવાનું કહી પોતે ત્યાં રહેતો અને નોકરી કરતો પણ મહિલાને કે પુત્રીને લઈ જતો ન હતો. દરમિયાનમાં લગ્નના ત્રણેક વર્ષ બાદ મહિલાને ફેસબુક થકી જાણ થઈ કે તેનો પતિ અન્ય સ્ત્ર્રી સાથે રિલેશનમાં રહે છે. વર્ષ ૨૦૨૦માં મહિલાના સાસરિયાઓ આ સ્ત્રીને દુબઈ ફરવા પણ લઈ ગયા હતા. કંટાળીને ૨૦ લાખ દહેજ પેટે ખંખેરી લેનાર આ સાસરિયાઓ સામે ફ્રિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

થલતેજમાં આવેલા એક ફ્લેટમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા એસજી હાઇવે પર એક કંપનીમાં નોકરી કરે છે અને પિયરજનો સાથે રહે છે. વર્ષ ૨૦૧૫માં આ મહિલાના લગ્ન બોપલના એક યુવક સાથે થયા હતા. જે લગ્નજીવન દરમિયાન ત્રણ વર્ષની એક પુત્રી પણ આ મહિલાને છે. લગ્ન સમયે સાસરિયાઓ એ મહિલા પાસે ૫૦ હજાર રોકડા અને દાગીના માગતા મહિલાના પિયરજનોએ આપ્યા હતા.

લગ્ન બાદ મહિલા પતિ સાથે ન્યુઝીલેન્ડ ગઈ હતી. બાદમાં તેનો પતિ યુ.એસ જતો રહ્યો હતો. ત્યારે મહિલાના સાસરિયાઓ એ ચારિર્ત્ય પર શંકા રાખી મહિલાને પરત બોલાવી લીધી હતી પણ પોતાના ઘરે રાખી નહોતી. જ્યારે મહિલાએ પુત્રીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ વિદેશથી આવ્યો હતો અને બાદમાં અમુક જ દિવસમાં પરિવારજનોએ કાઢી મુકતા મહિલા તેની દીકરી અને પતિ ભાડેથી રહેવા લાગ્યા હતાં.

બાદમાં મહિલાનો પતિ પરત યુએસ જતો રહ્યો અને અનેક દિવસો બાદ પરત આવતા ટેલિફેનિક ઝગડો થતા મહિલાને પતિએ તરછોડી યુએસ જતો રહ્યો હતો. મહિલાનો પતિ વિદેશથી આવે ત્યારે માત્ર તેને સાસરે રહેવા બોલાવતો અને બાદમાં પિયરમાં ધકેલી દેતો હતો. આટલુ જ નહીં મહિલાના સાસરિયાઓએ અત્યારસુધીમાં ૨૦ લાખ દહેજ પણ લીધું હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.

મહિલાનો પતિ પુત્રી સાથે અવાર નવાર વિદેશ લઈ જવાના માત્ર પ્રલોભનો આપતો હતો. પણ વર્ષ ૨૦૧૮માં આ મહિલાને ફેસબુક પર મુકેલા ફેટો થકી જાણ થઈ કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે રિલેશન છે. બાદમાં મહિલાને વાત જાણવા મળી કે તેનો પતિ જે સ્ત્રી સાથે રિલેશનમાં રહે છે તેને એક પુત્રી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન