આ કંપની લાવી રહી છે સૌથી પાવરફુલ ફોન - Sandesh
  • Home
  • Technology
  • આ કંપની લાવી રહી છે સૌથી પાવરફુલ ફોન

આ કંપની લાવી રહી છે સૌથી પાવરફુલ ફોન

 | 7:58 pm IST

ચાઈનિઝ કંપની લીકો એકવાર ફરી માર્કેટમાં શાનદાર સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપની ટૂંક સમયમાં જ માર્કેટમાં 8 જીબી રેમવાળો મોબાઈલ લઈને આવી રહી છે. જો આ મોબાઈલ લોન્ચ થશે તો તે પાવરફુલ રેમ સાથેનો દુનિયાનો પહેલો મોબાઈલ હશે. એવું કહેવામાં આવે છે કે પરફોમન્સની બાબતમાં તે આજ સુધીના બધા મોબાઈલ કરતાં આગળ નિકળી જશે. કંપની આને લીકો લી2એસ (LeEco Le2S)નામથી રજૂ કરવા જઈ રહી છે.

લીકો લી2એલ સ્માર્ટફોનની આખી બોડી મેટલની છે. આની કેટલીક તસવીરો સામે આવી છે જેનાથી તે પ્રીમિયર ફોન લાગી રહ્યો છે. લીકો લી1 હૈંડસેટની જેમ આ સ્માર્ટફોનના બેકમાં નોન રિમોવેબલ બોડી છે. તે ઉપરાંત ડ્યુલ એલઈડી ફ્લેશ સાથે 16 એમપીનો રિયર કેમેરો અને 8 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ડિસ્પલે સ્ક્રીન અને પરફોમન્સ

આ ફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે સ્ક્રીન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080X1920 પિક્સલ છે. સારા પ્રફોમન્સ માટે 8 જીબી રેમ ઉપરાંત 64 બિટ ડેકા કોર મીડિયાટેક હિલિયો એક્શ 20 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ માલી ટી 880, એમપી4,જીપીયૂ અને બ્લૂટૂથ, 4જી એલટીઈ, 3જી અને જીપીએસ સપોર્ટ કરે છે.
ક્નેક્ટિવિટી અને ઓએસ

LeEco Le2S હૈંડસેટ એન્ડ્રોયડ 6.0 માર્શમેલો ઓએસ પર કામ કરે છે. તે ઉપરાંત ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર કરવા માટે યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન