આ ક્રિકેટરને ઓળખતો પણ નહતો શાહરૂખ ખાન, ગંભીરના કહેવા પર કર્યો હતો KKRમાં સમાવેશ ! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ ક્રિકેટરને ઓળખતો પણ નહતો શાહરૂખ ખાન, ગંભીરના કહેવા પર કર્યો હતો KKRમાં સમાવેશ !

આ ક્રિકેટરને ઓળખતો પણ નહતો શાહરૂખ ખાન, ગંભીરના કહેવા પર કર્યો હતો KKRમાં સમાવેશ !

 | 6:13 pm IST

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરને ક્રિકેટની ખુબ વધારે સમજ છે તે વાત પર કોઈને શંકા થઇ શકે નહીં. તે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક છે. IPL T-20 ફોર્મેટમાં પણ તેનું મહત્વનું યોગદાન રહ્યું છે. દિલ્હીની ટીમમાં તેની કેપ્ટનશિપ મહત્વપૂર્ણ સાબિત ન થઈ પરંતુ KKRના કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કરી ટીમને બે વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

IPL-2018માં ગંભીરે જોરદાર શરૂઆત કરી હતી. પંજાબ સામેની પહેલી જ મેચમાં 50 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર બાદની મેચમાં કોઈ મોટો સ્કોર બનાવી શક્યો નહીં. આજ કારણે તેણે દિલ્હીની કેપ્ટનશિપ છોડવી પડી.

ગૌતમ ગંભીરના કેહવાથી જ IPL ઓક્શનમાં સુનીલ નારાયણને ખરીદવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પાંચ વર્ષ પહેલા IPLના ઓક્શનમાં ગૌતમ ગંભીરે જ શાહરૂખ ખાન અને વેંકી મૈસૂરને ભાર આપીને કહ્યું હતું કે તેને સુનીલ નારાયણ ટીમમાં જોઈએ છે.

સુનીલ નારાયણ અંગે શાહરૂખ કે વેંકી કોઈ વધુ જાણતું નહોતું. તેની બેઝ પ્રાઈઝ માત્ર 33 લાખ રૂપિયા હતી. ગંભીરના કહેવાથી શાહરૂખે નારાયણને 4.71 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KRK પાસે ખેલાડી ખરીદવા માટે 20 લાખની લિમિટ હતી. પરંતુ ગંભીરે કહ્યું કે જો આ ખેલાડીને ખરીદશો તો અન્ય કોઈ ખેલાડીની જરૂર નહીં પડે.