NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • લેસ્ટર સિટીને કુલ ૨-૧થી હરાવી એટલેટિકો મેડ્રિડ અંતિમ ચારમાં

લેસ્ટર સિટીને કુલ ૨-૧થી હરાવી એટલેટિકો મેડ્રિડ અંતિમ ચારમાં

 | 2:07 am IST

લેસ્ટર, તા.૧૯

ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલનાં બીજા લેગમાં ગત વર્ષની પ્રીમિયર લીગ વિજેતા ટીમ લેસ્ટર સિટી અને સ્પેનિશ ટીમ એટલેટિકો મેડ્રિડ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રોમાં પરિણમી હતી. આ સાથે જ એટલેટિકો મેડ્રિડે ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને લેસ્ટરની ‘ફેરી ટેલ’નો અંત આવ્યો છે. સ્પેનિશ કેપિટલમાં રમાયેલા પ્રથમ લેગમાં એટલેટિકોનો ૧-૦થી વિજય થયો હતો અને સેમિફાઇનલમાં પ્રવેશ માટે ફક્ત ડ્રોની જરૂર હતી.

મેચની ૨૬મી મિનિટે ફેલિપે લ્યુઇસનાં પાસને ગોલમાં ફેરવી મિડ ફિલ્ડર સાઉલે એટલેટિકોને ૧-૦થી આગળ કરી દીધી હતી. આ ‘અવે’ ગોલને કારણે લેસ્ટરને સેમિફાઇનલમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછા ત્રણ ગોલ કરવાની જરૂર હતી. સાઉલનો આ ગોલ એટલેટિકો માટે ચેમ્પિયન્સ લીગનાં ઇતિહાસમાં તેમનો ‘૧૦૦’મો ગોલ હતો. આમ પ્રથમ હાફનાં અંતે એટલેટિકો ૧-૦થી આગળ હતી.

બીજા હાફની ૬૧મી મિનિટે લેસ્ટરનાં સ્ટાર સ્ટ્રાઇકર જેમી વાર્ડીએ ગોલ ફટકારી સ્કોર ૧-૧થી બરાબર કરી પોતાની ટીમને આશા આપી હતી પરંતુ એટલેટિકોનાં ડિફેન્સે ત્યારબાદ તેમને કોઇ પણ તક આપી નહોતી અને મેચ ૧-૧થી ડ્રો થતા એટલેટિકોએે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ એટલેટિકોની છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી સેમિફાઇનલ છે. બે વખત તેઓ ફાઇનલમાં પ્રવેશ્યા હતા જ્યાં તેમના કટ્ટર હરીફ રિયલ મેડ્રિડ સામે પરાજય થયો હતો. મેચનાં અંતે એટલેટિકો મેડ્રિડનાં મેનેજર ડિઆગો સિમોને લેસ્ટર સિટીનાં ખેલાડીઓ ખાસ કરીને જેમી વાર્ડીની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ની ક્વાર્ટર ફાઇનલમાં ફ્રેન્ક લેમ્પાર્ડ બાદ ગોલ કરનાર તે ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો છે.

1