Lenovoએ લોન્ચ કર્યો vibr k5 note,ફ્રિ મળશે 999 રૂપિયાનો VR હેડસેટ - Sandesh
  • Home
  • Technology
  • Lenovoએ લોન્ચ કર્યો vibr k5 note,ફ્રિ મળશે 999 રૂપિયાનો VR હેડસેટ

Lenovoએ લોન્ચ કર્યો vibr k5 note,ફ્રિ મળશે 999 રૂપિયાનો VR હેડસેટ

 | 4:35 pm IST

લેનોવાએ પોતાનો નવો સ્માર્ટફોન વાઈબ કે5 નોટ લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને રેમ અનુસાર બે વેરિયેટમાં લોન્ચ કર્યો છે. આમાંથી એક 3જીબી રેમ વેરિયેટમાં છે જેની કિંમત 11999 રૂપિયા અને 4 જીબી વેરિયેટવાળી સ્માર્ટફોનની કિંમત 13499 રૂપિયા છે. vibr k5 noteને ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્માર્ટફોનની સાથે કંપની 999 રૂપિયાનો વીઆર હેડસેટ ફ્રિ આપી રહી છે.
આ છે ખાસ ફિચર્સ
લેનોવા વાઈબ કે5 નોટ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. સારા પ્રફોમન્સ માટે ફોનમાં 1.8 ગીગાહટ્ઝ ટેક હેલિયો પી10 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમોરી 32 જીબી છે જેને 128 જીબી સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે આ મોબાઈલમાં 13 મેગાપિક્સલનો રિયર અને 8 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત આ સ્માર્ટફોનમાં ડોલ્બી અટમોસવાળા 1.5 વોટ સ્પીકર આપવામાં આવ્યું છે. વાઈબ કે5 નોટમાં 3500 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ હૈંડસેટમાં મેડલની બોડી આપવામાં આવી છે.
999 રૂપિયાનો વીઆસ હેડસેટ ફ્રિ
ક્નેક્ટિવિટી ફિચર્સના રૂપમાં આ મોબાઈલમાં 4જી એલટીઈ, વાઈફાઈ,બ્લૂટૂથ, વીઓએલટીઈ, જીપીએલ વગેરે આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોન લેનાર ગ્રાહકોને 999 રૂપિયાનો વીઆર બંડલ ફ્રિ આપવામાં આવશે. તે ઉપરાંત આ મોબાઈલ સાથે 1999 રૂપિયાની કિંમતમાં ગેમિંગ બંડલ ખરીદવાની પણ ઓફર આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન