leopard-mauls-and-eats-body-parts-of-child-in-mahuva bhavnagar
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં દીપડો નરભક્ષી બન્યો, નેસડામાં ઉંઘી રહેલા બાળકને ઉઠાવી ફાડી ખાધું

ભાવનગરમાં દીપડો નરભક્ષી બન્યો, નેસડામાં ઉંઘી રહેલા બાળકને ઉઠાવી ફાડી ખાધું

 | 11:39 am IST

ભાવનગરમાં એક જંગલી દીપડો નરભક્ષી બન્યો છે, તેને એક બાળકને ફાડી ખાધું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો. ઘટનાને પગલે બગદાણાના માલપરામાં ભરવાડ પરિવારમાં શોકની લાગણી છે. તમને જણાવી દઇએ કે, ભાવનગરમાં છેલ્લા થોડાક સમયમાં બે-ચાર ઘટનાથી સામે આવી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, બગદાણા નજીકના માલપરા ગામે નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને ત્યારબાદ તેને ફાડી ખાધું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. સૌ પ્રથમ તો આ ઘટનામાં પરિવારને બાળક ગુમ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવાર આકરા બાકરો થઇને આસપાસના વિસ્તારમાં બાળકની શોધ કરતા નજીકમાંથી બાળકનો હાથ-પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. નરભક્ષી દીપડો બાળકના શરીરનો બાકીનો ભાગ ખાઇ ગયો હતો.

આ ઘટના બાદ પરિવાર તરફથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહુવા વન વિભાગની ટીમના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના સંદર્ભે બાળકના પિતાએ જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાની આસપાસ તેમના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી.