leopard suddenly attacked the man sitting in the park man video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાર્કમાં બેઠેલા શખ્સ પર દીપડાએ કર્યો ખતરનાક હુમલો, વીડિયો જોઈ જીવ તાળવે ચોંટી જશે!

પાર્કમાં બેઠેલા શખ્સ પર દીપડાએ કર્યો ખતરનાક હુમલો, વીડિયો જોઈ જીવ તાળવે ચોંટી જશે!

 | 10:52 am IST
  • Share

જંગલી પ્રાણીઓનો ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે તેને જોયા પછી આપણા રૂંવાડા ઉભા થઈ જાય છે અને ડર લાગે છે. તો વળી પ્રાણીઓના કેટલાક વીડિયો આનંદ આપનારા હોય છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમને ધ્રુજી ઉઠશો અને શ્વાસ થંભી જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વીડિયો જમ્મુ(Jammu) ના ગાંધી નગર(Gandhi Nagar) વિસ્તારના ગ્રીન બેલ્ટ પાર્કનો છે. જ્યાં એક વ્યક્તિ દીપડાના હુમલા(Leopard Attack)થી ઘાયલ થયો હતો. આ હુમલા સમયે વન્યપ્રાણી વિભાગ(Wildlife Department) ત્યાં હાજર હતો અને આ દીપડાને પકડવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ દીપડાના હુમલાથી વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ નથી એ વાત સારી છે. જોઈ શકાય છે કે તે ઝડપથી તેની કારમાં પાછો જાય છે અને બેસી ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન