દરિયાની સપાટી વધી હોવાના અંદાજ 25 ટકા ઓછા અંકાયા છે - Sandesh
  • Home
  • World
  • દરિયાની સપાટી વધી હોવાના અંદાજ 25 ટકા ઓછા અંકાયા છે

દરિયાની સપાટી વધી હોવાના અંદાજ 25 ટકા ઓછા અંકાયા છે

 | 11:58 am IST

નાસાનું કહેવું છે કે ભૂતકાળમાં દરિયાની સપાટી વધી હોવા અંગે લેવાયેલા અંદાજ કરતાં ગ્રીનલેન્ડ પરથી અને તેની આસપાસથી બરફ ઓગળ્યો પછી ૨૦મી સદી દરમિયાન વધેલી દરિયાની સપાટીની વિગતો વધુ મહત્ત્વની છે. નાસા સેટેલાઇટનો ઉપયોગ કરીને થયેલી નવી સમીક્ષાઓ મુજબ દરિયાની સપાટીના ફેરફારની નોંધણી માટે જે ટાઇડ ગેજનો ઉપયોગ થાય છે તેના થકી વૈશ્વિક નક્કી થયેલા સરેરાશ વધારાને 25 ટકા ઓછો આંકવામાં આવ્યો છે.

ઓગળી રહેલા બરફની ચકાસણી કર્યાને અંતે સમીક્ષકોનાં ધ્યાનમાં આવ્યું છે કે વિવિધ સ્થળે નોંધાયેલી દરિયાની સપાટીમાં વિસંગતતા જોવા મળે છે, અર્થાત્ વધેલી સમુદ્રસપાટી નક્કી કરવા 20મી સદીમાં જે સ્થળે સર્વેક્ષણ થયાં હતાં ત્યાંની સપાટી વૈશ્વિક પ્રભાવને કારણે નહીં પણ સ્થાનિક કારણોસર જ ઘટી હતી.

નાસા સમજાવે છે કે ટાઇડ ગેજ તે દરિયાની સપાટી માપવાની જૂનામાં જૂની માન્ય પદ્ધતિ છે, પરંતુ જેટ પ્રોપ્યુલ્ઝન લેબોરેટરી અને ઓલ્ડ ડોમિનિયમ યુનિર્વિસટીના સંશોધકો હવે કહી રહ્યા છે કે ગ્રીનલેન્ડમાંથી ઓગળેલા બરફને કારણે દરિયાની વધેલી સપાટી ધ્યાને ના લેવાઈ હોવાથી ૨૦મી સદીમાં જે અંદાજ નક્કી થયા છે તે સરેરાશ 25 ટકા ઓછા છે.

સંશોધકોનું કહેવું છે કે દરિયાની વધેલી સપાટી 5.5 ઇંચથી માંડીને 6.7 ઇંચ સુધીની હોઈ શકે.

ફિલિપ થોમસન વધુ સમજાવે કે દરિયાની વધેલી સપાટીના અંદાજ લેતી વખતે કોઈ ઉપકરણ કે લેવાયેલી માહિતીમાં ભૂલ હતી તેવું નથી પરંતુ વાસ્તવમાં દરિયાની સપાટી દરેક સ્થાને સમાનપણે વધતી નથી. અલગ અલગ સ્થાને તેમાં વધઘટ હોય છે.

નાસાના ગ્રેવિટી રિકવરી એન્ડ ક્લાઇમેટ એક્સ્પેરિમેન્ટ ઉપકરણનો ઉપયોગ કરીને તૈયાર થયેલા ડેટામાં અવનવાં સત્યો સામે આવ્યાં છે. ગ્લેશિયર અને દરિયા પર તરતો બરફ જેમ જેમ ઓગળે છે તેમ તેમ તેની આસપાસના સમુદ્રની સપાટી વધતી નથી પરંતુ ઘટે છે. બરફ અદૃશ્ય થતાં ગ્લેશિયરની ગુરુત્વાકર્ષણ અસરો ઘટતી હોવાથી આમ થાય છે. તેને કારણે તેની આસપાસના દરિયાનું ગ્લેશિયરથી દૂર ખસે છે, તેને કારણે અન્યત્ર દરિયાની સપાટી વધુ ઝડપે વધે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન