glimmering gota patti lehenga ideas latest trendy Fashion Tips
  • Home
  • Fashion & Beauty
  • Gota Patti લહેંગાનો રહેશે ક્રેઝ, આકર્ષક ડિઝાઈનથી લાગશે સુંદર

Gota Patti લહેંગાનો રહેશે ક્રેઝ, આકર્ષક ડિઝાઈનથી લાગશે સુંદર

 | 2:01 pm IST

વેડિંગ લહેંગાઓનો ટ્રેંડ હાલ ખુબજ ફેશનમાં છે. આકર્ષક અને કલરફુલ લહેંગાઓ પહેરીને કોઈ પણ યુવતી સુંદર લાગી શકે છે. ફેશનની વાત કરીએતો હાલ ગોટ્ટા વર્ક લહેંગા ખુબજ ડિમાન્ડમાં છે.

ગોટ્ટા પટ્ટી બ્રાઈડલ કલેક્શનમાં અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે. લહેંગા, બ્લાઉઝ, દુપટ્ટામાં આ રીતનું વર્ક ખાસ મહત્વનું રહેલું છે. કેમકે આ વર્ક સદાબહાર છે અને તેની ફેશન ક્યારેય જતી નથી. દરેક સિઝનમાં આ લુક આકર્ષક લાગે છે. આ ફક્ત આઉટફિટના ગ્રેસને વધારતો નથી પણ લાઈટવેટ લુક પણ આપે છે.

જો તમે પણ તમારા લગ્નમાં ડિફરન્ટ લુક મેળવવા માંગો છો તો અલગ સ્ટાઈલના ગોતા વર્ક લહેંગા ડિઝાઈનને પસંદ કરી શકો છો. જેનાથી તમે એકદમ પરફેક્ટ લાગશો. પેસ્ટલ લહેંગા વિથ મલ્ટી કલર્ડ ગોટ્ટા પટ્ટી, બ્રાઈટ પિંક વિથ ગોલ્ડન ગોટ્ટા પટ્ટી, ઓરેન્જ લહેંગા વીથ લાઈટ ગોટ્ટા પટ્ટી લહેંગા, બ્લુ લહેંગો વિથ મેચિંગ ગોટ્ટા વર્ક,

બ્લેક લહેંગો વીથ ગોલ્ડન હેવી ગોટ્ટા પટ્ટી વર્ક, સ્કાઈ બ્લુ લહેંગા વિથ મેચિંગ લાઈટવેટ ગોટ્ટા વર્ક. ડસ્ટી પિંક લહેંગા વિથ મલ્ટી કલર્ડ ગોટા પટ્ટી વર્ક, ક્લાસિક રેડ ગોટ્ટા પટ્ટી લહેંગા.બોટલ ગ્રીન લહેંગા વીથ થ્રેડ વર્ક ગોટ્ટા પટ્ટી. નેવી બ્લુ વીથ ગોલ્ડન વર્ક ખુબ સારા ઓપ્શન છે તમે તેને પહેરીને વધારે આકર્ષક લાગી શકો છો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન