ચાલો, શરીરનાં છૂપાં રહસ્યોને સમજીએ - Sandesh
 • Home
 • Kids Corner
 • ચાલો, શરીરનાં છૂપાં રહસ્યોને સમજીએ

ચાલો, શરીરનાં છૂપાં રહસ્યોને સમજીએ

 | 12:16 am IST

આપણું શરીર સતત બદલાતું રહે છે. આ પરિવર્તન-પ્રક્રિયામાં કેટલીક બાબતો નરી આંખે જોઈ શકાય છે. જેમ કે, નખ અને વાળનું વધવું. બીજી તરફ્, કેટલાંક પરિવર્તનો એવાં હોય છે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ પરિવર્તનો પણ જાણવાં જેવાં, સમજવાં જેવાં હોય છે.

આમ જુઓ તો આપણા શરીર કરતાં પણ આપણો મોબાઇલ ફેન કઈ રીતે કામ કરે છે તે વિશે આપણે કદાચ વધુ જાણીએ છીએ! આથી જ ભારતની અગ્રણી ઈન્ફેટેઈનમેન્ટ ચેનલ સોની બીબીસી અર્થ સિક્રેટ્સ ઓફ્ ધ હ્યુમન બોડી નામે નવી સિરીઝ લાવી રહી છે, જે આપણને આપણી જાત વિશે સમજવામાં મદદ કરે છે. આ શોમાં પ્રયોગો, અત્યાધુનિક સંશોધન અને ગ્રાફ્ક્સિની મદદથી આપણી અંદર છુપાયેલી અસાધારણ બાબતોને ઉજાગર કરવામાં આવે છે.

શરીર વિશે જાણવા જેવી  કેટલીક રસપ્રદ વાતો

 • શરીરનું સૌથી મોટું અવયવ છે ત્વચા. દર મહિને આપણી આખેઆખી ચામડી બદલાઈ જતી હોય છે. મતલબ કે શરીરના વજનના ૧૬ ટકા હિસ્સો ધરાવતા લગભગ એક ટ્રિલિયન ત્વચા-કોષો દર મહિને નાશ પામે છે અને એનું સ્થાન નવા કોષો લે છે. છે ને અદ્ભુત વાત.
 • લિવર આપણા શરીરનાં સૌથી મહત્ત્વનાં અંગોમાંનું એક છે. લોહીમાંની અશુદ્ધિઓ દૂર કરવા ઉપરાંત એ બીજાં અનેક કાર્ય કરે છે. લિવરનું ખાસ ધ્યાન રાખવું એટલે જરૂરી છે કે તેને રિપેર થવામાં બહુ વાર લાગે છે. લિવરને જો હાનિ પહોંચે તો તે સાજું થવામાં ૧ વર્ષથી વધુ સમય લઈ શકે છે.
 • વાતાવરણમાંનાં ગરમી અને ધૂળ આપણાં ફ્ફ્સાંની ભીતરી દીવાલોને નુકસાન પહોંચાડી શકે છે. માનવીનું શરીર એટલું ચાલાક છે કે દર બે સપ્તાહની અંદર આ આખેઆખી દીવાલ બદલાઈ જાય છે.
 • આપણા શરીરના અમુક ભાગો કાયમી નથી હોતા. દાખલા તરીકે, હાડકાં. તે સતત નવા સ્ટેમ સેલ્સ દ્વારા નવેસરથી બનતાં રહે છે.
 • શું તમે જાણો છો કે જીવનના એકદમ આરંભે, પ્રથમ ૩ મહિનામાં મગજનું કદ ૬૦ ટકા વધે છે! નવજાત શિશુમાં દર સેકન્ડે મગજના ૮૦૦૦ નવા કોષો રચાય છે. આના પરથી તમે સમજી શકો છો કે નવજાત શિશુની સંભાળ અત્યંત મહત્ત્વની શા માટે છે.
 • શરીરના અત્યંત મહત્ત્વના અંગ એવા મગજને રોજ ચિક્કાર ઊર્જાની જરૂર પડે છે. બાળપણમાં રોજના આહારમાંથી લગભગ ૫૦ ઊર્જા મગજ ખર્ચે છે અને આપણે પુખ્ત બનીએ ત્યારે આપણે રોજ જેટલી કેલરી લઈએ છીએ તેનો ૨૦ ટકા હિસ્સો મગજ વાપરે છે.
 • આપણે રોજ ૬૦,૦૦૦ અલગ-અલગ પ્રકારના જીવાણુઓ અને વાઈરસોનો સામનો કરીએ છીએ. જો કે આપણના મહત્ત્વપૂર્ણ સેન્સ ઓર્ગન્સ, જેમ કે, નાકની અંદરની સપાટી, કાનની કેનલ, પાંપણો આ બધું જીવાણુઓને નુકસાન પહોંચાડીને શરીરને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે.
 • આપણે ચહેરાના મુખ્ય છ હાવભાવ વિશે જાણીએ છીએ- ખુશી, ક્રોધ, આૃર્ય, નિરાશા, ડર અને ગમગીની.. વિજ્ઞાન અનુસાર વાસ્તવમાં આવા ૧૦,૦૦૦ સૂક્ષ્મ હાવભાવો છે, જે વિશે આપણે જાણતા નથી.
 • આપણે એક મિનિટમાં ૨૦ પલકારા મારીએ છીએ, મતલબ કે આપણે રોજ એક કલાક અંધારામાં જીવીએ છીએ!
 • અદ્ભુત છે ને? આવી બીજી અનેક રસપ્રદ વાતો તમને ફ્ક્ત સોની બીબીસી અર્થના સિક્રેટ્સ ઓફ્ ધ હ્યુમન બોડી શોમાં જોવા મળી શકશે.

Special Feature

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન