ચાલો ફરવા : હિમાચલ પ્રદેશના શિખર પર વસેલું પૌરાણિક ગામ - મલાના - Sandesh
  • Home
  • Featured
  • ચાલો ફરવા : હિમાચલ પ્રદેશના શિખર પર વસેલું પૌરાણિક ગામ – મલાના

ચાલો ફરવા : હિમાચલ પ્રદેશના શિખર પર વસેલું પૌરાણિક ગામ – મલાના

 | 8:56 am IST

ગરમીની મોસમ ચાલી રહી છે. આ મોસમમાં ફરવા જવા માટે બરફના પ્રદેશ અથવા કુદરતના સાંનિધ્યમાં વસેલા પર્વતોની મુલાકાત લેવી તે એક સારો વિકલ્પ છે. જાણીતી જગ્યાનો અનુભવ લેવા કરતાં ફરવાના શોખીન લોકો માટે મલાના ગામની મુલાકાત યાદગાર રહી જાય તેવું છે. મલાના પ્રાચીન ભારતનું એક નાનકડું ગામ છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. મલાના ગામની એક બાજુ ‘પાર્વતી વેલીલ્લ અને બીજી બાજુ ‘કુલુ વેલીલ્લ આવેલી છે. મલાના દુનિયાના બીજા શહેર કરતાં ઘણું અલગ છે.

  • મલાના દરિયાની સપાટીથી ૩૦૨૯ મીટર ઊંચાઈ પર ‘ચંદ્રખાનીલ્લ અને ‘દીઓત્તીબ્બાલ્લ શિખર પર આવેલું છે.
  • મલાના ગામની એક પોતાની આગવી ઓળખ છે. ત્યાં વસતા લોકો આજે પણ આધુનિક જીવનશૈલીથી જરા પણ પ્રભાવિત થયા નથી. હજુ પણ ત્યાંના લોકોની પ્રણાલિમાં જૂની ઢબ અને રીતભાત અકબંધ રહેલાં છે.
  • મલાના ગામ બહુ બધી દસ્તાવેજી ફિલ્મનો વિષય રહેલો છે. ‘કનાશીલ્લ મલાનાના લોકોની બોલચાલની ભાષા છે.
  • મલાનામાં લોકશાહી વહીવટ ચાલે છે તેમ છતાં જૂની પ્રણાલિ અને રૃઢિગત ચાલતી પ્રથાને તેઓ આજે પણ અનુસરે છે. મલાનાની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ અહીંની ટ્રેડિશન જાળવવી પડે છે.
  • મલાના ગામની ખૂબસૂરતી એ છે કે અહીં મોટાભાગનાં ઘર લાકડાંનાં બનાવવામાં આવે છે. આજુબાજુ ગાઢ જંગલો અને પાણીના ધોધ આવેલાં છે.
  • પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો છે. જ્યાં નજર કરો ત્યાં હરિયાળી પથરાયેલી જોવા મળે છે. અહીં વસતા અને પ્રવાસે આવતા મુલાકાતીઓને અહીંના જંગલનાં પ્રાણીઓના શિકાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં છે.
  • મલાનાવાસીઓ વર્ષમા બે જ તહેવારની ઉજવણી કરે છે.