Let's have a look at Hanuman Dada in Odhav area of Ahmedabad
  • Home
  • Featured
  • આવો દર્શન કરીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના, બાંધીએ પુણ્યનું ભાથું

આવો દર્શન કરીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના, બાંધીએ પુણ્યનું ભાથું

 | 10:04 am IST

દેવાધી દેવ મહાદેવના રુદ્ર અવતાર દેવ હનુમાનનું એક અલાયદુ ધામ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલુ છે. કહેવાય છે કે આ મંદિરમાં દેવ હનુમાન એટલા સિદ્ધ છે કે દુરદુરથી ભક્તો તેમના દર્શને આવે છે ધન્યતાની અનુભુતિ કરે છે. આવો ત્યારે આપણે પણ જઇએ અમદાવાદના ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં સ્થિત શ્રી લંબે હનુમાનના દર્શને અને બાંધીએ પુષ્ણનું ભાથુ.

શ્રી રામ ભક્ત હનુમાન. આમ તો દેવ હનુમાન શ્રી રામના ભક્ત કહેવાય છે એટલે જ્યાં જ્યાં પણ રામ મંદિર હોય ત્યાં દેવ હનુમાનની મુર્તિ પણ અચુક હોય છે. પરંતુ દેવ હનુમાનના પોતાના પણ અનેકો મંદિરો દેશ અને દુનિયામાં સ્થાપિત છે. તેમાનું જ એક અલાયદુ ધામ આવેલુ છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં. અમદાવાદના ઓઢવ રિંગ રોડથી માત્ર 7 કિમીના અંતરે આવેલુ દેવ હનુમાનનું આ મંદિર શ્રી લંબે હનુમાન તરીકે પ્રખ્યાત છે. અને અહીં દુર દુરથી ભક્તો દેવ હનુમાનના દર્શન કરવા માટે અચુક આવે છે.

આમ તો દેવ હનુમાનનું મંદિર હોવાથી શનિવાર અને મંગળવારે તો અહીં ભક્તો અચુક આવે જ છે..પરંતુ રવિવારના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટતુ હોવાનું અહીંના પુજારીનું કહેવુ છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ અહીં શાંતી અને શ્રદ્ધાનો અહેસાસ થયા વગર નથી રહેતો. અહીં મંદિરમાં ડાબી અને જમણી બાજુ બગીચા બનાવાયા છે અને વચ્ચે પગદંડી પરથી ચાલીને જ ચીધા પહોચાય છે શ્રી લંબે હનુમાનના દર્શને.

મુખ્ય ગર્ભગૃહમાં સુંદર સિંદુરી સુરત ધરાવતા શ્રી લંબે હનુમાનના ભક્તોને દર્શન થાય છે…અહી ભક્તોનું માનવુ છે આ હનુમાન યુવાન અવસ્થા વાળા હનુમાન છે. અને અહીં આવતા તમામ ભક્તોને દાદા સદાય તેમના જેવા યુવાન અને તંદુરસ્ત રહેવાના જ આશિર્વાદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન