ચાલો ફરવા : વાદળાંઓનું ઘર : સંદક્ફુ - Sandesh
  • Home
  • Featured
  • ચાલો ફરવા : વાદળાંઓનું ઘર : સંદક્ફુ

ચાલો ફરવા : વાદળાંઓનું ઘર : સંદક્ફુ

 | 6:08 pm IST

સંદક્ફુ ભારતના વેસ્ટ બંગાળનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ ૩૬૩૬ મીટર છે. દુનિયાનાં પાંચ સૌથી ઊંચાં શિખરોમાંથી ચાર શિખર ‘એવરેસ્ટલ્લ, ‘કાંચનજંઘાલ્લ, ‘લોહોત્સેલ્લ અને ‘મકાલૂલ્લને સંદક્ફુ શિખર પરથી જોઈ શકાય છે. સંદક્ફુ એવી જગ્યા છે કે ત્યાં શિખર પર પહોંચ્યા પછી એવું લાગે કે જાણે વાદળો વચ્ચે ચાલી રહ્યા છીએ. ઉત્સાહી લોકો માટે આ જગ્યા યાદગાર રહી જાય તેવી છે.

  • ટ્રેકિંગ કરવાવાળા લોકો માટે સંદક્ફુ શ્રેષ્ઠ જગ્યા છે. અહીં મુલાકાત લેનાર પૈકી મોટાભાગના લોકો શિયાળા અથવા જ્યારે બરફ પીગળી જાય તે પછી ત્યાં જવાનું પસંદ કરે છે.
  • ટ્રેકિંગ દરમિયાન સંદક્ફુ સુધી પહોંચતા રસ્તામાં માનયભંજંગ, ચિત્રી, મેઘમા, ટોંગલું, તુમલિંગ, ગૈરીબાસ, કાલાપોખરી, બેખી અને તે પછી લાસ્ટ ડેસ્ટિનેશન સંદક્ફુ આવે છે.
  • સંદકફુ સુધી વાહન દ્વારા જનાર પ્રવાસીઓ માટે રસ્તામાં આવતી ઘણી બધી જગ્યાનો લહાવો જતો કરવો પડે છે. જો આ સ્થળની મુલાકાત લેવી જ હોય અને સાચો આનંદ ઉઠાવવો જ હોય તો ટ્રેકિંગમાં જ જવું જોઈએ, જેથી રસ્તામાં આવતી દરેક નાની-મોટી જગ્યાની મુલાકાત પણ લઈ શકાય.
  • ઉનાળામાં ગરમી પડતાં જ્યારે બરફ પીગળવા લાગે છે ત્યારે અનેક પ્રકારના રંગબેરંગી ફૂલ-છોડ ઊગી નીકળે છે, જેને કારણે શિખર રળિયામણું બની જાય છે.
  • માનયભંજંગથી આગળ વધતાં સંદક્ફુના રસ્તામાં કાલાપોખરી આવે છે. કાલાપોખરી દરેક પ્રવાસી માટે થાક ઉતારવાનું સ્થળ છે. અહીં રહેણાક વિસ્તાર નથી. પ્રવાસીઓ સિવાય અહીં કોઈ જોવા મળતું નથી. આ સ્થળનું નામ ત્યાં આવેલા કાલાપોખરી તળાવ પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ કાલા એટલે કાળું અને પોખરી એટલે તળાવ થાય છે.
  • સંદક્ફુમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બરફવર્ષા થાય છે. અહીં શિયાળામાં -૨૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, જ્યારે ઉનાળામાં આ તાપમાન + ૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે.